GONDAL : નવનિર્મિત નવા પુલનું હેરિટેઝ જાળવવા હાઇકોર્ટનુ સુચન, બે નવા પુલ મંજુર કરાયા
અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી સમયના બન્ને પુલ જર્જરીત અને જોખમી બન્યા હોય તંત્રની બેદરકારી અંગે હાઇકોર્ટે રાજય સરકાર તથા પાલીકા તંત્રની જાટકણી કાઢી ગંભીરતા દાખવવા ટકોર કર્યા બાદ તંત્ર દોડતુ થયુ હતુ. લોડ ટેસ્ટિંગ સહીતની...
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલની ગોંડલી નદી પરના રાજાશાહી સમયના બન્ને પુલ જર્જરીત અને જોખમી બન્યા હોય તંત્રની બેદરકારી અંગે હાઇકોર્ટે રાજય સરકાર તથા પાલીકા તંત્રની જાટકણી કાઢી ગંભીરતા દાખવવા ટકોર કર્યા બાદ તંત્ર દોડતુ થયુ હતુ. લોડ ટેસ્ટિંગ સહીતની પ્રકીયા બાદ સરકાર દ્વારા રુ.૧૯ કરોડની ગ્રાન્ટ ફાળવી ગોંડલી નદી પર નવા પુલ બાંધવા મંજુરી આપી છે.
નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનિયારા તથા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે, નવા બે પુલ બનાવવા અગે વૈકલ્પિક જગ્યા માટે તજવીજ હાથ ધરાઇ છે. સંભવિત જીમખાના પાસે તથા પાંજરાપોળ પાસે નવા પુલ નવનિર્મિત થશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી મળી છે.
દરમિયાન હાલના બન્ને પુલના રિનોવેશન માટે સરકાર દ્વારા રુ.બે કરોડ મંજૂર કરાયા છે. પરંતુ બન્ને પુલનું હેરિટેઝ જળવાઇ રહેવું જોઈએ તેવો નિર્દેશ હાઇકોર્ટ દ્વારા કરાયો હોય કંઝરવેશન આર્કિટેક્ટ દ્વારા વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે, જે હાઇકોર્ટના આદેશ મુજબ સરકારને મોકલાશે.
આ પણ વાંચો -- ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય, વિધાર્થીઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Advertisement


