ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ, સૌરાષ્ટ્રભરમાં થઈ ભવ્ય ઉજવણી

Gondal: ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતી ઉજવવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
07:34 PM Nov 08, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતી ઉજવવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gondal
  1. સૌરાષ્ટ્ર ગુજરાતભર માં પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાઈ
  2. જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાઈ હતી
  3. લોહાણા મહાજનવાડીથી વિશાળ શોભાયાત્રા નીકળી

Gondal: ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતી ઉજવવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સવારે 09:00 પૂજનવિધિ રાખવામાં આવી હતી. જેમાં ગોંડલ (Gondal) શ્રી રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજના આશીર્વાદ સાથે પૂજનવિધિ કરી આ સાથે સવારે 11 થી 2 દરમિયાન લોહાણા મહાજનવાડી ખાતે સર્વ જ્ઞાતિ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું. અહીં માત્ર ગોંડલ (Gondal)ના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો ઉપરાંત અન્ય વિવિધ સમાજના શ્રેષ્ઠિઓ તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂ.જલારામ બાપાનો પ્રસાદ લીધો હતો.

બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ગોંડલ (Gondal) લોહાણા સમાજ દ્વારા બપોરે 03:30 કલાકે લોહાણા મહાજનવાડીથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો જેવા કે તરકોશી હનુમાનજી મંદિર, કડીયા લાઈન, માંડવી ચોક, નાની બજાર, ચોરડી દરવાજાથી ભોજરાજપરા ખાતે આવેલ જલારામ મંદિરે વિરામ લીધી હતી. શોભાયાત્રાના રૂટને સુશોભિત કરવામાં આવ્યા છે. તેમજ રઘુવંશી યુવાનો દ્વારા 51 મોટરસાયકલ સાથે શોભાયાત્રાનું પાયલોટીંગ કરવામાં આવ્યું હતું. તેમજ નાની 101 કુમારિકાઓ માથે કળશ લઇ શોભાયાત્રામાં જોડાઈ હતી.

આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ Pavagadh મંદિરનું કરાયું શુદ્ધિકરણ, આવતીકાલથી ભક્તો કરી શકશે દર્શન

જલારામ બાપાની ઝાંખી તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

શ્રી લોહાણા મહાજન દ્વારા આ વર્ષે જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિતે 2 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 7 ને ગુરુવારના રોજ રક્તદાન કેમ્પ તેમજ રાત્રીના જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં સર્વ સમાજના 100થી વધુ રક્ત દાતાઓએ રક્તદાન કરી રક્તદાન કેમ્પ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાત્રીના 10 કલાકે પૂ. જલારામ બાપાની ઝાંખી માં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનો તેમજ આમંત્રિત મહેમાનોમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરિકબેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, વા. ચેરમેન ગણેશસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, સમીરભાઈ કોટડીયા,જયદીપસિંહ જાડેજા, કૌશિકભાઈ પડાળીયા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અશ્વિનભાઈ પાંચાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ

કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા અને સમગ્ર ટીમ રઘુવંશી સેવા મંડળ ના પ્રમુખ વૈભવ ગણાત્રા, સોશિયલ ગ્રુપના પ્રમુખ મિતુલ ખીમાણી રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ નીતાબેન અઢિયા, લોહાણા વિદ્યાર્થી ભવન, ગિરિરાજ ગૌ સેવા ગ્રુપ અને જલારામ મંદિર ગ્રુપ સહિત સમગ્ર રઘુવંશી સમાજ અને સસ્થાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad : વીજ ચોરી કરી તો સમજો ગયા! કોર્ટે આરોપીને ફટકારી જેલની આકરી સજા અને દંડ!

Tags :
Gondalgondal newsGujaratGujarati NewsJalaram Bapa 225th Birth AnniversaryJalaram Bapa birthday celebration in GondalLatest Gondal News
Next Article