Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL: પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

અહેવાલ- વિશ્વશ ભોજાણી, ગોંડલ ગોંડલના ભગવતપરા ખાતે ભાડાના મકાનમાં પ્રેમી પંખીડાઓ ત્રણ-ચાર દિવસ પહેલા રહેવા આવ્યા હતા. આઅ પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ...
gondal  પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
Advertisement

અહેવાલ- વિશ્વશ ભોજાણી, ગોંડલ

ગોંડલના ભગવતપરા ખાતે ભાડાના મકાનમાં પ્રેમી પંખીડાઓ ત્રણ-ચાર દિવસ પહેલા રહેવા આવ્યા હતા. આઅ પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Advertisement

મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા 

Advertisement

મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા ધર્મેશ રમેશભાઈ રેવર ઉંમર વર્ષ 23 અને ખાંડાધારની પરિણીતા સોનલબેન વિરજીભાઈ ડાંગર ઉંમર વર્ષ 35 એ શહેરના ભગવતપરા ગેઈટ વાળી શેરી ખાતે ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બાદ સીટી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પીએસઆઇ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગળાફાંસો ખાઈ લીધેલ હોવાના માઠા સમાચાર મળ્યા

ઘોઘાવદરના યુવાન અંગે તેના પિતા રમેશભાઈ એ જણાવ્યું હતું કે ધર્મેશ બે ભાઈ બે બહેનના પરિવારમાં બીજા નબરનાં હતા. સેન્ટ્રીંગ કામ કરી ઘર ગુજરાત ચલાવવામાં પરિવારને મદદ કરતા હતા. તહેવારની રજા માટે ઘરે ન આવતા તેને અનેકવાર ફોન કરવામાં આવ્યા હતા પરંતુ ફોન ઉપાડતા ન હોવાથી પોલીસ મથકે જવા માટેની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યાં જ તેને ગળાફાંસો ખાઈ લીધેલ હોવાના માઠા સમાચાર મળ્યા હતા. જ્યારે પરિણીતા સોનલબેન એક પુત્ર અને એક પુત્રીની માતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અંતિમ વિધિ કરાઇ 

ખાંડાધારની પરણીતા સોનલબેન વિરજીભાઈ ડાંગરની અંતિમ વિધિ સાસરિયા પક્ષ, દીકરી પક્ષની ઉપસ્થિતમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સેવાભાવી પ્રમુખ દિનેશભાઇ માધડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - વહેલી સવારે દ્વારકા જઇ રહેલા પદયાત્રીઓ માટે કાળ બની કાર, 3 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.

×