ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal marketing yard દિવાળીની રજાઓ પહેલા મગફળીથી ઉભરાયું, અધધ આવક નોંધાઈ

Gondal marketing yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પેહલા મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી.
02:30 PM Oct 26, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal marketing yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પેહલા મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી.
Gondal Marketing yard
  1. યાર્ડમાં મગફળીની સિઝનની સૌથી વધુ આવક જોવા મળી
  2. 1200 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાના જણસી લઈને આવી
  3. આ સિઝનમાં અંદાજે મગફળીની 1.50 લાખ કરતા વધુ આવક થઈ

Gondal marketing yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પેહલા મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal marketing yard)ની બહાર બન્ને બાજુ અંદાજે 1200 થી વધુ વાહનો અને 5 થી 6 કિમી લાંબી વાહનોની કતાર લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal marketing yard)માં અંદાજે મગફળીની 1.50 લાખ કરતા વધુ અને સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર 5 કિમી લાંબી વાહનોની કતાર

ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal marketing yard)માં મગફળીની આવકની જાહેરાત થતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને સવારથી જ યાર્ડની બહાર આવી પહોંચ્યા હતા. મોડીરાત્રીના જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની જણસીની આવક દરમિયાન ખેડૂતોને તકલીફ ન પડે અને મગફળી વ્યસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તેને લઈને માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. યાર્ડના છાપરા નીચે ઉપરાંત મરચાના ગ્રાઉન્ડમાં મગફળીની જણસી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો: Gondal: બુટલેગરો બન્યા છે બેફામ! પાંજરાપોળના પુલ પર કારે પોલીસે કૉન્સ્ટેબલને હડફેટ મારી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીનું હબ ગણાય છેઃ ચેરમેન

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીનું હબ ગણાય છે. આગામી દિવસોમાં દિવાળીની રજાઓ આવતી હોય તેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી. મગફળીની હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600 થી રૂપિયા 1200 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 700 થી રૂપિયા 1700 સુધીના ભાવ બોલાયા હતા.

આ પણ વાંચો: Bhavnagar GSRTC નો મહત્વનો નિર્ણય, દિવાળીના તહેવારમાં 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે

અંદાજે 1.50 લાખ ગુણીથી વધુ મગફળીની આવક નોંધાઈ

ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડ આજરોજ મગફળીની આવકથી ઉભરાયું હતું અને અંદાજે 1.50 લાખ ગુણીથી વધુ મગફળીની આવક થવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી જેવા કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાંથી મગફળીની આવક નોંધાઈ હતી. ત્યારે Gondal યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોય તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી અને જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી લઈને આવવું નહીં તેવું અંતમાં Gondal યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad: શહેરની હવા બની પ્રદૂષિત, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો

Tags :
Gondal marketing yardGondal Marketing Yard NewsGondal peanuts FarmersGondal YardGujarat farmergujarat farmerspeanutspeanuts FarmersVimal Prajapati
Next Article