Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનનોની નિયુક્તિ કરાઈ, ભાજપ મોવડીઓએ નો રિપીટ પદ્ધતિ અપનાવી

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન પદની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂક માટે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા તથા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા અધ્યક્ષતામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં બાંધકામ અને વોટરવર્કસ જેવા મહત્વના ખાતામાં...
ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનનોની નિયુક્તિ કરાઈ  ભાજપ મોવડીઓએ નો રિપીટ પદ્ધતિ અપનાવી
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન પદની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂક માટે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા તથા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા અધ્યક્ષતામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં બાંધકામ અને વોટરવર્કસ જેવા મહત્વના ખાતામાં નોંધનીય ફેરફાર સાથે મોવડીઓ દ્વારા નો રિપીટ પધ્ધતિ અપનાવાઇ છે.

Advertisement

Advertisement

ગોંડલ નગર પાલિકાની તમામ બેઠકો પર ભાજપ વિજય બન્યું હોય અને સૌને તક મળી રહે તેવા હેતુ થી ભાજપ મવડી ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નો રિપીટ ની સુચના મુજબ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, મહામંત્રી પિન્ટુભાઈ ચુડાસમા એ નવા ચેરમેનોની નિમણૂક જાહેર કરી હતી. જેમા નગરપાલિકાના વિવિધ ખાતાઓના વરાયેલ ચેરમેનોમાં મહત્વની ગણાતી બાંધકામ કમીટીમાં ચંદુભાઈ ડાભીને જગ્યાએ કૌશિકભાઈ પડાળીયા ને ચેરમેન પદનું સુકાન અપાયુ છે, એ જ રીતે મહત્ત્વની ગણાતી વોટર વર્કસ કમિટિના યુવા સદસ્ય શૈલેષભાઈ રોકડની ચેરમેન પદે વરણી કરાઈ છે.

અન્ય કમિટીમાં વાહન વ્યવહાર રફીકભાઈ કઈડા, વીજળી કમિટી સોનલબેન ઘડુક, સેનિટેશન કમિટી હંસાબેન માધડ, સ્ટાફ સિલેક્શન હર્ષદભાઈ વાઘેલા, માધ્યમિક શિક્ષણ અર્પણાબેન આચાર્ય, હેલ્થ કમિટી અશ્વિનભાઈ રૈયાણી, આવાસ યોજના સંગીતાબેન કુડલા,મહિલા કોલેજ કમિટી ખુશ્બુબેન ભુવા, વેજીટેબલ કમિટી રંજનબેન સરધારા, ટાઉન પ્લાનિંગમાં કંચનબેન શીંગાળા, વેજીટેબલ કમિટી રંજનબેન સરધારા, સ્પોર્ટ્સ કમિટી વસંતબેન ટોળીયા,બાલાશ્રમ કમિટી અનિતાબેન રાજ્યગુરુ,એન.યુ.એલ.એમ કમિટી વસંતબેન ચૌહાણ, લો કોલેજ કમિટી ઊર્મિલાબેન પરમાર, ભૂગર્ભ ગટર કમિટી હાજરાબેન ચૌહાણ, શોપિંગ સેન્ટર કમિટી - સમજુબેન મકવાણા, લાયબ્રેરી ચેરમેન - મીતલબેન ધાનાણી, બાગ બગીચા કમિટી રંજનબેન પીપળીયાની વરણી કરાઈ છે.

નગરપાલિકા દંડક તરીકે મનીષભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા તરીકે સંજયભાઈ ધીણોજા ની વરણી કરાઈ છે, કારોબારી અધ્યક્ષ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજા બહોળો અનુભવ ધરાવતા હોય તેમની નિમણૂક સરાહનીય બની છે, પ્રમુખ મનીષભાઈ ચનીયારા તથા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયાએ નવી ટીમ સાથે શહેરના ઉતરોતર વિકાસ સતત ગતિશીલ રહે તેવા પ્રયત્નો સાથે તંત્રને દોડતું રહેશે તેવો શહેરની જનતાને કોલ આપ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×