ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી, આજે યોજાઈ હતી ચૂંટણી

Gondal: ભાજપ કાર્યકરોએ પદાધિકારીઓના મો મીઠા કરાવી પૈસા ઉડાડ્યા હતા. નોંધનીય છે કે, આજે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
02:21 PM Oct 29, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ભાજપ કાર્યકરોએ પદાધિકારીઓના મો મીઠા કરાવી પૈસા ઉડાડ્યા હતા. નોંધનીય છે કે, આજે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
Gondal
  1. પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણીની વરણી કરવામાં આવી
  2. ઉપ પ્રમુખ તરીકે પરિતાબેન ગણાત્રાની વરણી કરાઈ
  3. કારોબારી ચેરમેન તરીકે ક્રિપાલસિંહ જાડેજાની જાહેરાત

Gondal: ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જયારે ઉપ પ્રમુખ તરીકે પરિતાબેન ગણાત્રાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન તરીકે ક્રિપાલસિંહ જાડેજાની જાહેરાત કરાઇ છે. ભાજપ કાર્યકરોએ પદાધિકારીઓના મો મીઠા કરાવી પૈસા ઉડાડ્યા હતા. નોંધનીય છે કે, આજે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

ગોંડલ (Gondal) નગરપાલીકાના પ્રમુખ - ઉપપ્રમુખની સામાન્ય રીતે પ્રમુખ સહિત હોદેદારોનો અઢી વર્ષનો સત્તા માટેનો સમય હોય છે. પરંતુ ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ સદસ્યોને પ્રતિનિધિત્વ મળી રહે તે હેતુથી સવા વર્ષની મુદ્દત નક્કી કરી હોય સવા વર્ષ પુર્ણ થતા તમામના રાજીનામા લેવાયા હતા. નવા સુકાનીઓની ચુંટણી આજે યોજાઇ હતી. ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.

કારોબારી ચેરમેન તરીકે ક્રિપાલસિંહ જાડેજાની વરણી

નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી નામ પર પસંદગી નો કળશ ઢોળવામાં અવ્યો છે. જયારે ઉપ પ્રમુખ તરીકે પરિતાબેન ગણાત્રાનું નામ જાહેર કરાયું છે. સવા વર્ષ પૂર્ણ થતાં નવા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પાલિકામાં ચાવીરૂપ ગણાતા પદ કારોબારી ચેરમેન તરીકે ક્રિપાલસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પાંચાણી અને દંડક આસિફભાઈ ઝકરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકા ખાતે બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો, કાર્યકરો હાજર રહ્યા હતા. સમર્થકોએ નવા ચૂંટાયેલા પ્રમુખ - ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને હાર પહેરાવ્યા અને મીઠામો કરાવ્યા હતા. કેટલાક ઉત્સાહી સમર્થકોએ રૂપિયા 10, 20 અને 50 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : મહેશ લાંગા, આગમ શાહ, આબેદા અને ઉજેફ પત્રકારના સ્વાંગમાં ગુનેગાર

લેઉઆ પટેલ સમાજને પ્રમુખ અને લોહાણા સમાજને ઉપપ્રમુખ પદ અપાયું

નગરપાલિકા ખાતે આજ રોજ યોજાયેલ સવા વર્ષના પ્રમુખ - ઉપપ્રમુખ ની ચૂંટણીમાં લેઉઆ પટેલ સમાજના અશ્વિનભાઈ રૈયાણી ની પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. જ્યારે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા ના પુત્રવધુ પરિતાબેન ગણાત્રા ની ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. નગરપાલિકામાં આ ટર્મમાં કોંગ્રેસના સંપુર્ણ સફાયા સાથે ભાજપે તમામ 44 બેઠકો કબ્જે કરી હોય દરેક જ્ઞાતિને પ્રભુત્વ મળી રહે તે હેતુ સાથે ભાજપ મોવડી મંડળ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ પ્રમુખપદ માટે લેઉઆ પટેલ સમાજ ની પસંદગી કરી છે.

આ પણ વાંચો: GPCB એ બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ ફટકારી

આ દરમિયાન બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા

ગોંડલ નગરપાલિકા ખાતે નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, વા. ચેરમેન ગણેશસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા, કાર્યકારી પ્રમુખ કૌશિકભાઈ પડાળીયા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અશોકભાઈ પરવાડિયા, સમીરભાઈ કોટડીયા અને બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો હાજર રહ્યા હતા.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: મહિધરપુરા પોલીસે આપઘાત કરનાર રત્નકલાકારનો બચાવ્યો જીવ, નોકરીમાંથી છૂટા કર્યા એટલે...

Tags :
GondalGondal MunicipalityGondal Municipality electionGondal Municipality Presidentgondal newsGujaratGujarati News
Next Article