Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા હનુમાન જયંતીની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયા

ગોંડલ શહેર (Gondal City) માં આજરોજ હનુમાન જયંતિના તહેવાર (Hanuman Jayanti festival) ની ધામધુમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને બજરંગ દળ (Bajrang Dal) દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી (Celebrated...
gondal   કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા હનુમાન જયંતીની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયા
Advertisement

ગોંડલ શહેર (Gondal City) માં આજરોજ હનુમાન જયંતિના તહેવાર (Hanuman Jayanti festival) ની ધામધુમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને બજરંગ દળ (Bajrang Dal) દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી (Celebrated Grandly) કરવામાં આવે છે. હનુમાન જયંતિ (Hanuman Jayanti) નિમિતે વિરાટ શોભાયાત્રાનું ગુંદાળા રોડ શ્રી રામ બંગલા પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામના જયઘોષથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Mansukh Mandaviya

Mansukh Mandaviya

Advertisement

ગોંડલના રાજમાર્ગો પર શોભાયાત્રા

આજરોજ હનુમાન જયંતિ નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાનું સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ઠંડા પીણાના ફ્લોટ્સ ઉભા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં જય શ્રી રામના જયઘોષ સાથે ડી.જે ના તાલે 500 થી વધુ બાઈક તેમજ 50 થી વધુ ગાડી સાથે 1500 થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. ઠેર ઠેર શોભાયાત્રાનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ગુંદળારોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, કડીયા લાઇન, ડો. આંબેડકર ચોકથી તરકોશી હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. જ્યાં બપોરે 12 વાગ્યે મહા આરતી અને સમૂહ મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રાના રૂટ પર ભગવા રંગની ધજા, ઝંડી, બેનર, મંડપ કમાન થી શુશોભીત કરવામાં આવ્યા હતા.

Advertisement

Mansukh Mandaviya

Mansukh Mandaviya

કેન્દ્રીય મંત્રી શોભાયાત્રામાં જોડાયા

ગોંડલ શહેરમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ તારકોશી હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાનજી મહારાજની મહાઆરતીમાં જોડાયા હતા. આ સાથે રમેશભાઈ ધડુક (સાંસદ, પોરબંદર) જ્યોતીરાદિત્યસિહ જાડેજા (અગ્રણી ૭૩–વિધાનસભા) ભુપતભાઈ ડાભી (સ્થાપક, માંધાતા ગ્રુપ), મનીષભાઈ ચનીયારા (પ્રમુખ ગોંડલ નગરપાલિકા) રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન ગોંડલ નગર પાલિકા, ગોપાલભાઈ ભુવા (ચેરમેન, એશિયાટીક કોલેજ), અલ્પેશભાઈ ઢોલરીયા (ચેરમેન એપીએમસી), લક્ષમણભાઈ પટેલ (અગ્રણી ઉધોગપતી-ગોંડલ), અશોકભાઈ પીપળીયા (ચેરમેન નાગરિક બેંક), ગિરધરભાઈ રૈયાણી (રાજ ઇન્ડસ્ટ્રી-ગોંડલ), પ્રફુલભાઈ ટોળીયા (ડિરેક્ટર, એપિએમસી), રસિકભાઈ મારકણા(પ્રમુખ લેઉઆ પટેલ સમાજ), ગોપાલભાઈ ટોળીયા (પ્રમુખ, હિંદુ ઉત્સવ સમિતિ), મનસુખભાઈ ગજેરા (વિજય મમરા ગોંડલ), ધર્મેન્દ્રસિંહ જાડેજા વા.ચેરમેન એપીએમસી, જયદિપસિંહ જાડેજા ભાજપ અગ્રણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે.

Mansukh Mandaviya

Mansukh Mandaviya

શોભાયાત્રાને સફળ બનાવવા વિહિપ અને બજરંગ દળના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી

આ પ્રસંગેને સફળ બનાવવા માટે વિશ્વહિંદુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો ધર્મેન્દ્રભાઈ રાજાણી જિલ્લા અધ્યક્ષ વીએચપી, હિરેનભાઈ ડાભી જિલ્લા અધ્યક્ષ, બજરંગ દળ પ્રતીકભાઈ રાઠોડ, મુકેશભાઈ ભાલાળા, યોગેન્દ્રભાઈ જોશી, વૈશાલીબેન નિર્મલ, સાગરભાઈ કાચા, ડો.નિર્મણસિંહ ઝાલા, મહેશભાઈ ગોહેલ, ભુપતભાઈ ચાવડા, હિતેષભાઇ શીંગાળા, જીતુભાઇ આચાર્ય, ગોપાલભાઈ ભુવા, પીન્ટુભાઇ ભોજાણી, હરેશભાઈ સોજીત્રા તથા અનિલભાઈ ગજેરા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રા દરમિયાન સીટી પોલીસ સ્ટેશન એ અને બી ડિવિઝન પી.આઈ, 6 પી.એસ. આઈ તેમજ 120 પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર

આ પણ વાંચો - MANSUKH MANDAVIYA એ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો

Tags :
Advertisement

.

×