Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : હાઇ-વેની હોટલ પાસેથી સુરતનો શખ્સ તમંચા સાથે ઝડપાયો

GONDAL : રાજકોટ ગ્રામ્ય એસઓજીની (RAJKOT RURAL SOG) ટીમે ગોંડલ નજીક રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલી શ્રી હોટલ પાસેથી મૂળ તાલાળાના બામણાસા ગીરના વતની અને હાલ સુરતમાં રહેતા શખસને દેશી બનાવટના તમંચા અને ત્રણ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક...
gondal   હાઇ વેની હોટલ પાસેથી સુરતનો શખ્સ તમંચા સાથે ઝડપાયો
Advertisement

GONDAL : રાજકોટ ગ્રામ્ય એસઓજીની (RAJKOT RURAL SOG) ટીમે ગોંડલ નજીક રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલી શ્રી હોટલ પાસેથી મૂળ તાલાળાના બામણાસા ગીરના વતની અને હાલ સુરતમાં રહેતા શખસને દેશી બનાવટના તમંચા અને ત્રણ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી સામે સુરતમાં લુંટ, મારામારી અને દારૂનો ગુના નોંધાઇ ચૂકયા હોય તેને કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોય જેથી તે અહીં ચાલ્યો આવ્યો હતો. આ હથિયારે તેણે સ્વબચાવ માટે રાખ્યું હોવાની રટણ કર્યું હતું. તે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

રાત્રીના પેટ્રોલીંગમાં હતો

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ જે.સી.રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ.ભગીરથસિંહ જાડેજા અને અરવિંદભાઇ દાફડા સહિતનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે ગોંડલ નજીક રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલી શ્રી હોટલ પાસે એક શખસ શંકાસ્પદ હાલતમાં ઉભો છે અને તેની પાસે ગેરકાયદે હથિયાર છે.

Advertisement

અંગ જડતીમાં દેશી તમંચો તથા 3 જીવતા કાર્ટીઝ મળી આવ્યા

આ બાતમીના આધારે એસઓજીની ટીમ અહીં પહોંચતા એક શખસ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય પોલીસે તેની પુછતાછ કરતા તેનું નામ જીતકુમાર જગદીશભાઇ કણસાગરા (ઉ.વ 20 રહે. હાલ સુરત ગંગાસાગર એપાર્ટમેન્ટ વરાછા,મૂળ બામણસા ગીર તા. તલાલા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગ જડતી તેના પાસેથી દેશી બનાવટનો તમંચો તથા 3 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી ધરપકડ કરી તેની પાસેથી તમંચો અને કાર્ટીઝ સહિત રૂ.5,300 નો મુદામાલ કબજે કર્યો હતો.

Advertisement

સ્વબચાવ માટે રાખ્યું હોવાનું રટણ કર્યું

પોલીસે જણાવ્યું હતું કે આરોપી હાલ સુરતમાં સ્થાય થયો છે તે અહીં સુરતમાં લુંટ,મારામારી અને દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.તેને સુરતમાં કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોવાથી તે થોડા દિવસોથી અહીં સૌરાષ્ટ્રમાં પરત ફર્યો છે.હથિયાર બાબતે પુછતા તેણે સ્વબચાવ માટે રાખ્યું હોવાનું રટણ કર્યું છે. જયારે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે તેણે સ્પષ્ટ જવાબ ન આપ્યો હોય હાલ આરોપી સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તે હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- CHHOTA UDEPUR : પૂર્વ સાંસદના ભત્રીજાના હત્યારાઓ લોકોની નજર સામેથી પસાર થયા, જાણો સમગ્ર ઘટનાક્રમ

Tags :
Advertisement

.

×