Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: અકસ્માતમાં એક યુવાનનું મોત, એક ઘાયલ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ   ગોંડલ દેરડી રોડ પર ધરાળાનાં પાટીયા પાસે ગત રાત્રીના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇક ચાલકનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે તેની સાથે રહેલી અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે સુલતાનપુર...
gondal  અકસ્માતમાં એક યુવાનનું મોત  એક ઘાયલ
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  

ગોંડલ દેરડી રોડ પર ધરાળાનાં પાટીયા પાસે ગત રાત્રીના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇક ચાલકનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે તેની સાથે રહેલી અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ મોટી ખીલોરી રહેતા રાકેશભાઈ હકાભાઇ ચાવડા ઉ.૨૫ તથા અમીતભાઇ પ્રેમજીભાઇ દાફડા ઉ.૧૯ ગત રાત્રે બાઇક પર દેરડીથી મોટી ખીલોરી આવી રહ્યા હતા.

Advertisement

ત્યારે ધરાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બન્ને યુવાનો બાઇક સહિત ફંગોળાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં રાકેશભાઈનુ ગંભીર ઇજાઓને કારણે મોત નિપજયું હતુ. જ્યારે અમીતભાઇને ઇજાગ્રસ્ત હાલતમા ગોંડલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ બે ભાઇઓના પરીવારમાં મોટા અને અપરણીત હતા. દેરડીમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા હતા. જ્યારે અમીતભાઇ દેરડીમાં ગેરેજમાં કામ કરે છે. બન્ને મિત્રો દેરડીથી કામ પતાવી રાત્રીનાં મોટી ખીલોરી જઈ રહ્યા હતા. બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકના અર્જુનભાઇ દવેરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - ડાયાબિટીસથી બચવા ચાલવું સારૂં કે દોડવું સારું ? જાણો શું કહે છે અભ્યાસ

Tags :
Advertisement

.

×