GONDAL : પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અક્ષર મંદિર ખાતે ચોપડા પૂજન તેમજ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું
અહેવાલ - વિશ્વાસ ભોજાણી દિવાળીના પર્વ નિમિતે ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ચોપડા પૂજન અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભગવાનને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. ચોપડા પૂજનમાં...
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
દિવાળીના પર્વ નિમિતે ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ચોપડા પૂજન અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભગવાનને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. ચોપડા પૂજનમાં ભાગ લેવા માટે ગોંડલ તેમજ આસપાસના વિસ્તારમાંથી લોકો પોતાના ચોપડા લઈ અક્ષર મંદિરે આવ્યા હતા.
દિવાળીના દિવસે સમગ્ર મંદિર નું પરિસર ભક્તોના પ્રવાહ થી ઉભરાઈ રહ્યું હતું. ઠાકોરજીની મહાપૂજા દ્વારા ચોપડા નું પૂજન સંતોએ વેદોક્તવિધિ થી કરવામાં આવ્યું હતું. તેમજ પ.પૂ. મહંત સ્વામીએ આ તકે શારદાપૂજન, સરસ્વતી પૂજન તથા હનુમાનજી પૂજન કર્યું હતું. મહાપુજાના અંતમાં ઉપસ્થિત તમામ હરિભક્તોએ સમૂહ આરતી દ્વારા ઠાકોરજીને વધાવ્યા હતા. આ તકે ઉપસ્થિત સર્વે હરિભક્તોને પ.પૂ. મહંતસ્વામી મહારાજ એ આશીર્વાદ આપ્યા હતા. અને દેશ પરદેશથી હજારો ભક્તોએ પધારી પોતાના ચોપડાનું પૂજન કરાવ્યું હતું.
ગોંડલ અક્ષરમંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો
વિક્રમ સંવત 2080 નો શુભારંભ અક્ષર મંદિર ગોંડલ ખાતે મહંત સ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં મહાપૂજા અને અન્નકૂટ ઉત્સવ દ્વારા ધામધૂમ પૂર્વક થયો હતો. પ્રાતઃકાળે પાંચ વાગે વેદોક્ત વિધિપૂર્વક મહાપૂજા યોજાઈ. જેમાં ભગવાન સ્વામિનારાયણની પૂજા બાદ મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનથી સર્વે હરિભક્તો કૃતાર્થ થયા. મહંત સ્વામીએ નુતન વર્ષે સર્વે તન મન અને ધનથી સુખિયા થાય, સર્વેના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. અક્ષર મંદિરમાં ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓના 700થી વધુ થાળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ તકે દેશવિદેશથી હજારો હરિભક્તોએ દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા નો અનુભવ કર્યો હતો.


