Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : પ્રેમઘેલા સાળી બનેવીએ ઝાડની ડાળીએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ

GONDAL :  ગોંડલ  ( GONDAL ) તાલુકાનાં પાટખીલોરી ગામની સીમમાં આવેલી વાડીમાં મધ્યપ્રદેશના પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીમાં લટકી આત્મહત્યા કરી હતી. બન્ને પ્રેમી યુગલ સબંધમાં સાળી બનેવી થતા હતા. જેમાં સાળી સગીર વયની હતી. રાત્રે બનેલી ઘટનામાં સવારે વાડી માલિકને...
gondal   પ્રેમઘેલા સાળી બનેવીએ ઝાડની ડાળીએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ
Advertisement

GONDAL :  ગોંડલ  ( GONDAL ) તાલુકાનાં પાટખીલોરી ગામની સીમમાં આવેલી વાડીમાં મધ્યપ્રદેશના પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીમાં લટકી આત્મહત્યા કરી હતી. બન્ને પ્રેમી યુગલ સબંધમાં સાળી બનેવી થતા હતા. જેમાં સાળી સગીર વયની હતી. રાત્રે બનેલી ઘટનામાં સવારે વાડી માલિકને જાણ થતા સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.દોડી આવેલી પોલીસે બન્નેનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મધ્ય પ્રદેશના બરહનપુર જીલ્લાના ડુંડગામ રહેતા ચંપીલાલ સુરસંગ બરડે ઉ.૧૯ ને તેની સગીર વયની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમને સમાજ કે પરિવાર સ્વીકારશે નહી તેવી લાગણી સાથે ગત ૧૫ માર્ચની આસપાસ બન્ને ઘરેથી નાશી છુટ્યા હતા.

Advertisement

GONDAL

GONDAL

Advertisement

અહી તહીં રખડી પંદર દિવસ પહેલા ગોંડલનાં ( GONDAL ) પાટખિલોરી ગામે ચંદુભાઈ રવજીભાઈ ગોળની વાડીએ ખેતમજુરી કરવા જઈ રહ્યા હતા. દરમ્યાન આ જન્મમાં એક થઈ જીવવું શક્ય નહી લાગતા પ્રેમમાં ઓતપ્રોત પ્રેમી પંખીડાએ ગત રાત્રે વાડીમાં લીમડાના ઝાડની ડાળીએ સજોડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સવારે વાડી માલિક વાડીએ આવતા અને ઝાડની ડાળીએ બન્નેની લાશ લટકતી જોઈ હબકી ગયા હતા.બાદમાં સુલતાનપુર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ.આર.જે.જાડેજા તથા જમાદાર હિતેશભાઈ ગરેજા ઘટનાસ્થળે દોડી જઇ બન્નેનાં મૃતદેહ નીચે ઉતારી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

પોલીસ સુત્રો અનુસાર, ચંપીલાલ અને પોતાની સગી બહેન વચ્ચેનાં પ્રેમની જાણ ચંપીલાલની પત્નીને થતા અને પ્રેમી પંખીડા નાશી છુટતા પત્નિ ઘર છોડી માવતર ચાલી ગઈ હતી.બનાવ અંગે હિતેશભાઈ ગરેજાએ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : Congress ને વધુ એક ઝટકો, આ દિગ્ગજ નેતાએ કહ્યું..રામ..રામ..!

Tags :
Advertisement

.

×