Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ' હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે 'સન્ડે ઓન સાયકલ' રેલી યોજી

'ફિટનેસ કી ડોઝ આઘા ઘંટા રોઝ' ના સ્લોગનને સાર્થક કરતા 'સન્ડે ઓન સાયકલ રેલી'નું રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
gondal    ફિટ ઇન્ડિયા મુવમેન્ટ  હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે  સન્ડે ઓન સાયકલ  રેલી યોજી
Advertisement
  1. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન
  2. ચાલુ વરસાદે 'સન્ડે ઓન સાયકલ' રેલી યોજાઈ
  3. શહેરનાં વિવિધ રાજમાર્ગો પર 5 કિ.મી રેલી યોજાઈ હતી
  4. સાયકલ રેલીમાં 300 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા

Gondal : શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ' અંતર્ગત તેમ જ 'ફિટનેસ કી ડોઝ આઘા ઘંટા રોઝ' ના સ્લોગનને સાર્થક કરતા 'સન્ડે ઓન સાયકલ રેલી'નું (Sunday on Cycle Rally) રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે સતત ધીમીધારે વરસાદ વરસતા ચાલુ વરસાદે સાયકલ રેલી યોજાઈ હતી. આ સાયકલ રેલીનું રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તેમ જ ધારાસભ્ય ગીતાબા જાડેજા (MLA Geetaba Jadeja), ગોંડલ DYSP કે.જી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, પૂર્વ પ્રમુખ શીતલબેન કોટડીયા, પૃથ્વીસિંહ જાડેજા દ્વારા ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

   આ પણ વાંચો - ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતી બે કાંઠે, અમદાવાદના બાકરોલમાં 30થી વધુ શ્રમિકો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Advertisement

ચાલુ વરસાદે સાયકલ રેલી યોજાઈ

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ (Rajkot Rural District Police) અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા મુવમેન્ટનાં (Fit India Movement) ભાગરૂપે સાયકલિંગ ઇવેન્ટનાં આયોજન સાથે અપીલ કરવામાં આવી હતી કે લોકો ફિટનેસને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે. મેદસ્વીતા જે છે આપણા સરકાર માટે અને હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે ચિંતાનો વિષય છે તેમ જ ફિટનેસ એ આપણા જીવનમાં રેગ્યુલર શેડયુલ હોવો જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોની ફિટનેસ તેમ જ મેદસ્વીતાને ધ્યાનમાં લઈ અને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેને લઈને સરકાર દ્વારા અવારનવાર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાન રાખી નિયમિત પણે સાયકલિંગ કરવી જોઈએ તેમ જ અન્ય લોકોને પણ પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલિંગ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : રેસ્ટોરેન્ટનું કામ પૂરૂ કર્યા વગર જ પૈસાની માંગણી નકારતા ધમાલ મચાવી

શહેરના વિવિધ રાજમાર્ગો પર સાયકલ રેલી ફરી હતી.

ગોંડલ (Gondal) કોલેજ ચોક સંગ્રામજી હાઈસ્કૂલ પાસે આવેલ મહાત્મા ગાંધી ચોકથી ચાલુ વરસાદમાં પ્રસ્થાન થઈ હતી. ત્યારબાદ શ્યામવાડી ચોક, ઓર્ચેડ પેલેસ, બસ સ્ટેન્ડ રોડ, ત્રણ ખુણીયા, જેલ ચોક, ગુંદાળા પેટ્રોલ પંપ, ડો.બાબા સાહેબ આંબેડકર ચોક, ગુલમહોર રોડ, કોલેજ ચોક સહિતના રાજમાર્ગો પર પસાર થઈ અક્ષર મંદિર ખાતે સાયકલ રેલી પૂર્ણ થઈ હતી. આ સાયકલ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર આશરે 5 કિ.મી. ફરી હતી. આ સાયકલ રેલીમાં ગોંડલ સાયકલ હેલ્થ કલબનાં સભ્યો, હોમગાર્ડ, પોલીસ સ્ટાફ, નાના બાળકો સહિત મોટી સંખ્યામાં 300 થી વધુ લોકો ઉપસ્થિત રહી સાયકલ રેલીમાં જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકોએ સાયકલિંગ સાથે વરસાદની પણ મજા માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ શેખડા દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ : અમદાવાદના નિકોલમાં રોડ શો અને જાહેરસભા, તિરંગાથી સજ્જ રૂટ

Tags :
Advertisement

.

×