Gondal: LCBએ બે જગ્યાએ પાડી રેડ, એક મહિલા સહિત 11 જુગારીઓની ધરપકડ કરી
- રૂપિયા 2,15,88ના મુદ્દામાલ સાથે 11 આરોપીઓ ઝડપાયા
- એલસીબીની રેડ પડતા બે જુગારીઓ નાશી છુટ્યા
- લાખો રૂપિયા પાસે રાખીને રમતા હતાં જુગાર
Gondal: ગોંડલ પંથકમાં રુરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડ્યાં હતાં. આ દરમિયાન જુગાર રમી રહેલ એક મહિલા સહિત 11 જુગારીઓને જડપી લઇ રુપિયા 2,15,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રુરલ એલસીબી પી.આઇ. ઓડેદરા, પીએસઆઇ ગોહીલ, એએસઆઇ બાલકૃષ્ણ ત્રીવેદી, અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ સહિતની ટીમે ગોંડલ તાલુકાના મેતાખંભાળીયાની સીમમાં બાબુભાઇ સુરાણીની વાડી પાસે આવેલા ખરાબામાં જુગાર રમી રહેલા મેતાખંભાળીયાના ચુનીભાઇ ગગજીભાઇ સુરાણી, મેઘાપિપળીયાના અશોકભાઈ હિરજીભાઇ આંકોલીયા, રાવણાના ધીરુભાઈ ગગજીભાઇ ગીગૈયા તથા મોવીયા રહેતા વલ્લભભાઈ જીવાભાઇ કાલરીયાને રુપિયા 28,500 ની રોકડ સાથે જડપી લીધા હતા.
આ પણ વાંચો: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો, લોકો કોને પસંદ કરશે?
જુગારીઓ પૈસા મુકીને ભાગ્યાં પણ પોલીસે ઝડપી લીધા
નોંધનીય છે કે, પોલીસ ને જોઇને જુગાર રમી રહેલા મેતાખંભાળીયાનાં પરિમલ પરવડીયા તથા ગુણવંતભાઇ મકવાણા નાશી છુટ્યા હોય તેને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. જુગારના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જો કે, પોલીસ અત્યારે કાર્યવાહી પણ કરી રહીં છે. ગોંડલમાં પણ બે જગ્યાએ રેડ પાડીને 11 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: ખેડૂતની જમીનમાં પોલીસ પ્રોટક્શન સાથે જેટકોની મનમાની, ખેડૂતો સાથે ગુલામ જેવો વ્યવહાર શા માટે?
પોલીસે આરોપીઓ સાથે મુદ્દામાલ પણ જપ્ત કર્યો
એલસીબી ટીમે બીજો દરોડો ગોંડલના ધારેશ્વર રોડ માર્કેજ સ્કુલ સામે આવેલ યશ ચંદુભાઈ સોજીત્રાની વાડીમાં પાડી જુગાર રમી રહેલા વાડી માલિક યશ ચંદુભાઈ સોજીત્રા, ભગવતપરામાં રહેતા બટુકભાઈ પરસોતમભાઈ ચોવટીયા, મુકેશભાઇ ઉર્ફ મુન્ના નાથાભાઈ સાવલીયા, રાજકોટ સંત કબીર રોડ ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતા રામદેવસિંહ બહાદુરસિહ ઝાલા, કાળીપાટ રહેતા હરેશ ઉર્ફ હીરાભાઈ ચાંડપા, નવાગામ રહેતા હરેશ ઉર્ફ ભુરો વીહાભ઼ઇ પલાળીયા અને રાજકોટ લક્ષ્મીવાડીમાં રહેતા શોભનાબેન પ્રવિણભાઈ જોશીને રોકડ રુપિયા 1,07,300 તથા મોબાઇલ અને વાહન મળી કુલ રુપિયા 1,87,300 ના મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


