Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: SMCના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી, ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

Gondal: ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
gondal  smcના દરોડા બાદ રૂરલ sog બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી  ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
Advertisement
  1. ગોંડલ પોલીસે અત્યારે બે ઇસમોની ધરપકડ કરી લીધી
  2. પોલીસે બે આરોપીઓ પાસેથી 61,490/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
  3. ઉમવાડા ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

Gondal: ગોંડલમાં બે ઇસમો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે. ગઈ કાલે ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી છે અને ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ રૂરલ SOG બ્રાન્ચના PI એફ.એ.પારગી, PSI બી.સી.મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને હકીકત મળતા ઉમવાડા ચોકડી પાસે આવેલ લોખંડનાં ઓવરબિજ પાસે સંજુ દિપકભાઈ વાઘેલા રહે જેતપુર અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા રહે ઝેર, રાજસ્થાન વાળાને 5.749 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઈલ મળી કુલ 61,490/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો: Somnath ત્રિવેણી સંગમમાં સીગલ પક્ષીઓનું આગમન, પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

Advertisement

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 61,490/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

નોંધનીય છે કે, અત્યારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ, એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાચદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રૂરલ SOG PI એફ.એ.પારગી, PSI બી.સી.મિયાત્રા, ASI જયવિરસિંહ ચંદુભા રાણા, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, અમીતભાઈ અશોકભાઈ કનેરીયા, સંજયકુમાર ભગવાનદાસ નિરંજની તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઈ નાથાભાઈ દાફડા, પ્રહલાદસિંહ ભગવાનસિંહ રાઠોડ, શિવરાજભાઇ ભાણાભાઈ ખાચર તથા પો.કોન્સ રઘુભાઈ દેવાભાઈ ઘેડ, વિજયગીરી રસીકગીરી ગોસ્વામી, ચિરાગભાઈ વાલાભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat: જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયો હિંસક હુમલો, જાણો કેવી છે હાલત

ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપી પાડ્યા

ગુજરાતમાં અત્યારે ગાંજા સાથે અનેક ઇસમો ઝડપાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગોંડલમાં SMC બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, રૂરલ SOG બ્રાન્ચે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહત્વની વાત એ છે કે ,ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. અને તેમની પાસેથી કુલ 61,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?

Tags :
Advertisement

.

×