Gondal: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલ લોકોને શ્રદ્ધાંજલી અર્પી
ગોંડલ જમ્મુ - કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં તેમજ સરધાર પાસે માર્ગ અકસ્માતમાં અવસાન પામેલ સદગતોને શ્રદ્ધાંજલિ અર્પી
10:25 PM Apr 24, 2025 IST
|
Vishal Khamar
ત્યારે આજરોજ ગોંડલ ભાજપ પરિવાર દ્વારા કોલેજચોક પાસે આવેલ મહારાજા ભગવતસિંહજી ગાર્ડન ખાતે કાશ્મીરમાં આતંકી હમલામાં અવસાન પામેલ તેમજ સરધાર પાસે માર્ગ અકસ્માતમાં ગોંડલના 4 લોકોના અવસાન પામેલ સદગતોને બે મિનિટનું મૌન પાળી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પણ વાંચોઃ Surat: આતંકી હુમલામાં મૃતકોનાં બાળકોની જવાબદારી ઉઠાવશે સવાણી ગ્રુપ
- આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા સદગતોને શ્રદ્ધાંજલિ આપી
- આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા હતા
- માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામલ 4 લોકોને પણ શ્રદ્ધાંજલિ આપી
22 એપ્રિલના રોજ જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ થોડા દિવસો પહેલા સરધાર ગામ નજીક બે કાર વચ્ચે થયેલ અકસ્માતમાં ગોંડલમાં વિજયનગરમાં રહેતા 4 લોકોના મોત નિપજ્યા હતા.
આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા,તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ભરતભાઈ ઢોલરીયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, પિન્ટુભાઈ ચુડાસમા, શહેર ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર, બીપીનભાઈ નિમાવત, નગરપાલિકા સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ગોંડલના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Gandhinagar: જમ્મુ- કાશ્મીરમાં હજુ પણ ગુજરાતનાં આ જીલ્લાના 173 નાગરીકો, વહીવટી તંત્ર સતત સંપર્કમાં
Next Article