Gondal: કડિયા કારીગર મનસુખભાઈનું અદભુત સર્જન, આંગળીના વેઢા જેટલા ઓજારો બનાવ્યા
- કડિયા કારીગરે આંગળીનાં વેઢા જેવા ઓજાર બનાવ્યાં
- કડિયા કામની સાથે સાથે કલાનો સમન્વય જોવા મળ્યો
- આંગળીનાં વેઢા જેવડાં સાધનો બનાવી રેકોર્ડ બનાવ્યો
Gondal: ગોંડલમાં કડીયા કામ કરી જીવન નિર્વાહ ચલાવતા 68 વર્ષિય વૃધ્ધે માત્ર શોખથી કડિયા કામમાં ઉપયોગી એવા આંગળી કે આંગળીનાં વેઢા જેવડાં સાધનો બનાવી રેકોર્ડ બનાવ્યો છે. ગોંડલ (Gondal)ના ગુંદાળારોડ પર આવેલાં રામકૃષ્ણ નગરમાં રહેતા મનસુખભાઈ જીવાણી કડીયા કામ કરે છે. સંતાન માં એક દિકરી છે. તેનાં પણ લગ્ન થઇ ગયા છે. હાલ પતિ પત્નિ મોજીલું જીવન જીવી રહ્યાં છે. તેમનો જીવન નિર્વાહ કડિયા કામ કરી ચલાવી રહ્યાં છે.
આ પણ વાંચો: Amreli: PM નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન, હેલિકોપ્ટર મારફતે જશે અમરેલી
કડિયા કામમાં ઉપયોગમાં લેવાતા ઓજારો બનાવ્યાં
મનસુખભાઈએ માત્ર શોખથી આંગળી જેવડા અને કડિયા કામમાં ઉપયોગમાં લેવાતા ઓજારો બનાવ્યાં છે.આ ઓજારોની વાત કરવામાં આવે તો, તેમાં રંધો, રંધી, ચુનાડી, ટોચણીયું, ધણ, ઓળંભો, પાવડો, ચારણો, ટાંકણું અને છીણી સહિતનો સમાવેશ થાય છે. મનસુખભાઈએ એલ્યુમિનિયમના પતરા તથા લાકડાનો ઉપયોગ કરી આપસુજ દ્વારા ઓજારોનું અદભુત કલેક્શન બનાવ્યું છે. તેમણે બનાવેલા ટચુકડા પાવડાના હાથા માટે બોલપેનનો ઉપયોગ કર્યો છે. તો લાદી કાપવાનાં કટર મશીન માટે જુના ટેપરેકર્ડની મોટર અને ઘડિયાળ નાં ડાયલનો બખુબી ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ગેસ ગળતરની ઘટના મામલે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ફરિયાદ
68 વર્ષની વયે યુવાનને પણ શરમાવે તેવો કળા
નોંધનીય છે કે, મનસુખભાઈએ છથી સાત વર્ષની મહેનત લઈ આ ટચુકડા ઓજાર બનાવ્યાં છે. આર્ટ્સ ગ્રેજ્યુએટ થયેલા મનસુખભાઈ કવિતાઓ પણ લખે છે. કલા સાહિત્યનો જીવડો મનસુખભાઈ ભલે કડીયા કામ કરતા હોય પણ અંદર પડેલી કલાને જીવંત રાખે છે. આજે 68 વર્ષની વયે યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા મનસુખભાઈનુ ટચુકડા ઓજારોનું કલેક્શન જોવા જેવું છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Rajkot: વિજ્ઞાનજાથાને લઈને વિવાદનો સૂર, સત્યનારાયણની કથા બંધ કરાવવાના મુદ્દે સનાતનીઓમાં રોષ


