Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય: સૂત્ર

અમેરિકાથી પરત ફરેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ પર રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય. અમૃતસરથી તમામ ગુજરાતીઓને સીધા પોતાના ઘરે રવાના કરાશે.
અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ  રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય  સૂત્ર
Advertisement
  • રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય: સૂત્ર
  • અમૃતસરથી તમામ ગુજરાતીઓને સીધા પોતાના ઘરે રવાના કરાશે
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય

અમેરિકાથી પરત ફરેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ પર રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય. અમૃતસરથી તમામ ગુજરાતીઓને સીધા પોતાના ઘરે રવાના કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય. અમૃતસરથી અમદાવાદ વાયા દિલ્હી ફ્લાઈટ નં. 6E-2473, સમય રાત્રે 10.20 કલાકે (અમૃતસરથી દિલ્હી) તેમજ 6E-5119 સમય સવારે 04.45 કલાકે (દિલ્હીથી અમદાવાદ) અમદાવાદ સવારે 06.25 કલાકે પહોંચશે.

104 ભારતીયો અમૃતસર પહોંચ્યા

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસન માટે ગયેલા અને ત્યાંથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો અમૃતસર પહોંચ્યા છે, જેમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે. અમેરિકન ઈમિગ્રેશન નીતિ કડક થતા અને ગેરકાયદે સ્થળાંતર વિરુદ્ધની કાર્યવાહીનો ભાગ રૂપે, આ પ્રવાસીઓને ભારત પરત મોકલવામાં આવ્યા છે.

Advertisement

અમૃતસરના એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગ દ્વારા તેમની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં તેમના પ્રવાસ અને રહેવા અંગેની વિગતો મેળવવામાં આવશે. વધુમાં, આ પ્રવાસીઓની પૂછપરછ બાદ, ગુજરાતના 33 નાગરિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુરુવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં વધુ તપાસ બાદ તેમના વતન માટે રવાના કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયેલા લોકોને લઇ અમૃતસર પહોંચ્યું પ્લેન, આ રાજ્યના લોકો સૌથી વધારે

Tags :
Advertisement

.

×