ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતજો! પહેલા પાપડમાંથી જીવાત નીકળી અને હવે ઉંદર
- હિંમતનગરમાં ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો
- બાળકીએ ગાંઠિયા ખાધા અને તબિયત બગડી
- બાળકીનો રિપોર્ટ કરાવતા પોઈઝનની અસર જોવા મળી
છેલ્લા થોડા વર્ષોથી બજારમાં મળતા પેકેટ લોકોનો નાસ્તો અને ભોજન બનતા જાય છે પણ તેની ગુણવત્તા જોયા વગર બાળકોથી લઈને વડીલો પણ ખાતા જોવા મળે છે. સાબરકાંઠાના પ્રેમપુર ગામમાં એક બાળકીએ ગોપાલ કંપનીનું ગાંઠીયાનું પેકેટ લીધું જેને જોયા વગર તેને ગાંઠીયા ખાવાનું ચાલુ કર્યું અને થોડીવાર પછી જોયું તો અંદરથી મૃત ઉંદરડી મળી આવી.
ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીના સીલબંધ નમકીન પેકેટમાંથી મરેલી ઉંદરડી નીકળી આવતા ફૂડ પેકેટ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. બાળકી આરામથી નમકીન ખાતી હતી આ દરમિયાન અંદરથી મરેલી ઉંદરડી નીકળી. બાળકીએ આ ગાંઠીયા ખાદ્યા પછી અચાનક તેની તબિયત બગડી અને તેના હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાં ડૉક્ટરોએ તેનો રિપોર્ટ કરતા ફૂડ પોઈઝનની અસર જોવા મળી.
અગાઉ પણ રાજકોટમાં ગોપાલ કંપનીને પેકેટમાંથી જીવાત નીકળી હતી
રાજકોટના મેટોડા ખાતે ઉત્પાદીત અને સૌરાષ્ટ્ર-ગુજરાતની જાણીતી જુદી જુદી નમકીન ઉત્પાદિત ‘ગોપાલ સ્નેકસ’નાં પાપડમાંથી જીવાત નીકળતા ભારે ચકચાર મચી ગયાનું બહાર આવેલ.
રાજકોટનાં એક ગ્રાહકે સાધુ વાસવાણી રોડ પર આવેલ ગંગોત્રી ડેરીમાંથી ગોપાલ સ્નેકસનાં પાપડનું પેકેટ લીધુ હતું અને આ પેકેટ ખોલ્યુ ત્યારે તેમાંથી મરેલી જીવાત નીકળી હતી. પાપડમાંથી આ જીવાત મળતા ગ્રાહકે રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરીયાદ કરી હતી. આ ફરીયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તા.9-12 ના રોજ મે.ગોપાલ સ્નેકસ લી.ની મેટોડા સ્થિત ફેકટરી ખાતે તપાસ હાથ ધરી હતી અને ઉત્પાદીત સ્થળેથી પાપડના 3, હિંગનો-1, અને મરીફડાનો-1, મળી કુલ પાંચ નમુના લેવામાં આવેલ હતા અને આ તમામ સેમ્પલોને લેબોરેટરી ચકાસણી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોકલી આપેલ હતા. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેકટરી ખાતે તપાસ દરમ્યાન આશરે રૂા.9 લાખની કિંમતનો શંકાસ્પદ રો-મટીરીયલ્સ અને માલનાં જથ્થાને સીઝ કર્યો હતો.
રાજકોટની મેટોડામાં આવેલ ગોપાલ કંપની 6 મહિના માટે બંધ
રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જે આગને કારણે 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઈને ફેક્ટરનું કામકાજ 6 મહિના માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.


