Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : રાજ્યની 3895 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર

ગુજરાતમાં 22મી જૂને રાજ્યની 3541 ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat Election 2025) માં સામાન્ય અને 354 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ હતું. આજે આ ચૂંટણીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. વાંચો વિગતવાર.
gram panchayat election    રાજ્યની 3895 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર
Advertisement
  • 22મી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયું હતું મતદાન
  • કુલ 3895 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે
  • CCTV કેમેરાની દેખરેખ હેઠળ કુલ 13.5 હજાર કર્મચારીઓ મતગણતરી કરી રહ્યા છે

Gram Panchayat Election : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2025) નું આજે પરિણામ જાહેર થવાનું છે. કુલ 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 354 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થયું હતું. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટેનું આજે પરિણામ જાહેર થવાનું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી 239 સ્થળોએ થઈ રહી છે.

મતગણતરી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતમાં 22મી જૂને રાજ્યની 3541 ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat Election 2025) માં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ હતું. આજે આ ચૂંટણીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. કુલ 239 સ્થળો પર 1 હજાર 80 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા 14 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે. CCTV કેમેરાની દેખરેખ હેઠળ કુલ 13.5 હજાર કર્મચારીઓ મતગણતરી કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Rain in Gujarat: 24 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ભારે મેઘની ક્યા છે આગાહી

Advertisement

અનેક પંચાયતો થઈ સમરસ

અમદાવાદના 9 તાલુકાઓની ગ્રામ પંચાયત માટે 28 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાઈ રહી છે. અમદાવાદ જિલ્લાની 15 ગ્રામ પંચાયતો પરિણામ પહેલાં જ સમરસ થઈ છે. રાજકોટમાં 48 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. 22 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ. જૂની કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે. રાજકોટ સહિત અલગ અલગ તાલુકાઓમાં મતદાનની ગણતરી છે. 150 મતદાન કેન્દ્રો પર 500 કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rath Yatra : ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે, નેત્રોત્સવ વિધિ થશે

Tags :
Advertisement

.

×