ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

રાજ્યની ગ્રામ પંચાયતો (Gram Panchayat) ની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. આ ચૂંટણીઓ મુદ્દે ચૂંટણી આયોગે જાહેરાત કરી દીધી છે. જેમાં 22મી જૂનના રોજ મતદાન થશે અને પરિણામ 25મી જૂને જાહેર થશે.
03:16 PM May 28, 2025 IST | Hardik Prajapati
રાજ્યની ગ્રામ પંચાયતો (Gram Panchayat) ની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. આ ચૂંટણીઓ મુદ્દે ચૂંટણી આયોગે જાહેરાત કરી દીધી છે. જેમાં 22મી જૂનના રોજ મતદાન થશે અને પરિણામ 25મી જૂને જાહેર થશે.

Gram Panchayat Election : Gram Panchayat Election : આજે ચૂંટણી આયોગે ગુજરાતની 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે. જેમાં 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થે. 25 જૂને ચૂંટણીનું પરિણામ આવશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂનના રોજ બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે.

શા માટે ચૂંટણી અટકી પડી હતી ?

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઓબીસી માટે અનામત 27 ટકા કરવા માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. જો કે હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

25 જૂનના રોજ મતદાન

રાજ્યની કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને 4688 જેટલી સામાન્ય, મધ્યસત્ર, વિભાજન ની ચૂંટણીઓ યોજાશે. 3638 જેટલી પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.ગ્રામ પંચાયયોની 22 જૂન રવિવારે મતદાન યોજાશે. સવારે 7 થી સાંજ ના 6 વાગ્યા સુધી મતદાન થશે. 25 જૂન ના રોજ મતગણતરી અને પરિણામ જાહેર થશે.

Gram Panchayat Election Gujarat First -

આ પણ વાંચોઃ  Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી આયોજન

1 કરોડ 30 લાખ મતદારો મત આપશે

ગુજરાતમાં OBC અનામતને કારણે અટકી પડેલ 8326 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંગે ચૂંટણી આયોગે જાહેરાત કરી દીધી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ 44,850 જેટલા વોર્ડમાં યોજાશે.કુલ 16,500 મતદાન મથકો પર મતદારો મતદાન કરશે.28,300 મતપેટીઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, OBC અનામત મુદ્દે અટકી પડી હતી ચૂંટણીઓ

Tags :
22June Votting25june Result8326 Gram Panchayats ElectionsA press conferenceDistrict CollectorsElection CommissionGujarat FirstGUJARAT FIRST NEWSGUJARAT STATEissue of OBC reservationrotation for postssarpanchZaveri Commission
Next Article