Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન

આજે 22મી જૂન, રવિવારે ગુજરાતની 3541 ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat Election 2025) માં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ગામના સરપંચને ચૂંટી કાઢશે. વાંચો વિગતવાર.
gram panchayat election   આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન
Advertisement
  • આજે 22મી જૂને ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે
  • આ ઉપરાંત 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે પણ થઈ રહ્યું છે મતદાન
  • આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
  • સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે

Gram Panchayat Election : સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2025) યોજાઈ રહ્યા છે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 કલાકથી મતદાન શરુ થયેલ સાંજે 6 કલાક સુધી યોજાશે.

81 લાખ મતદાતાઓ આપશે મત

આજે 22મી જૂન, રવિવારે ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 કલાકથી શરુ થયું છે જે સાંજે 6 કલાક સુધી યોજાશે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે. હવે આજે કુલ 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ Rain in Gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, જાણો કેટલો થયો વરસાદ

Advertisement

અંદાજિત 4000 જેટલા સંવેદનશીલ મતદાન મથકો

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ લાંબા સમયથી અટવાતી હતી. હવે આજે ગુજરાતની કુલ 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3,939 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 36 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Air India Crash Victims: DNA ટેસ્ટ દ્વારા 247 પીડિતોની ઓળખ, 232 મૃતદેહો સંબંધીઓને સોંપાયા

Tags :
Advertisement

.

×