ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Green Gujarat Campaign : CM ભુપેન્દ્રભાઈ પટેલના 'હરિયાળું ગુજરાત' નાં ધ્યેયને સાર્થક કરતું Gujarat First News

CM એ એક વિચાર ગુજરાત ફર્સ્ટ સમક્ષ મૂક્યો હતો, જેનો ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ તથા શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપ પરિવારે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો.
09:16 PM Jul 06, 2025 IST | Vipul Sen
CM એ એક વિચાર ગુજરાત ફર્સ્ટ સમક્ષ મૂક્યો હતો, જેનો ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ તથા શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપ પરિવારે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો.
Green Gujarat_Gujarat_first
  1. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત અભિયાન' ની (Green Gujarat Campaign) શરૂઆત
  2. ગુજરાતને હરિયાળું બનાવવા માટે રાજ્યભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
  3. ગુજરાતમાં લીલોતરીની ચાદર ચારેકોર ફેલાય તેવો વિચાર મુખ્યમંત્રીએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ મૂક્યો હતો
  4. ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ તથા શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપ પરિવારે આ વિચારનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો
  5. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા સહિતનાં જિલ્લાઓમાં સ્થાનિકો સાથે મળી વૃક્ષારોપણ કર્યું

Green Gujarat Campaign : વૃક્ષો એ ફક્ત સૌંદર્ય નથી, જીવન છે, શ્વાસ છે તથા ભવિષ્ય પણ.... અને આજ વિચારધારાને જમીની સ્વરૂપ આપતા, આગળ વધી રહ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ... (CM Bhupendra Patel) ગુજરાતમાં પણ લીલોતરીની ચાદર ચારેકોર વધુમાં વધુ ફેલાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક વિચાર ગુજરાત ફર્સ્ટ સમક્ષ પણ મૂક્યો હતો, જેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) તથા શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપ (Shri Siddhi Media Group) પરિવારે કર્યો.

પર્યાવરણ અંગે જનજાગૃતિનું દાયિત્વ ગુજરાત ફર્સ્ટ નિભાવે : CM શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા યોજાયેલ સૌથી મોટી કોન્ક્લેવ 'ગ્રોથ ઓફ ગુજરાત' માં (Growth of Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ કહ્યું હતું કે, પ્રાથમિક પ્રદૂષણ અટકાવવાની દિશામાં કોઈ અભિયાન ચલાવી લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવાનું દાયિત્વ એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News Channel) નિભાવે એવી અપેક્ષા છે.

અમે પર્યાવરણ-જળસંચય માટે જનજાગૃતિ મુહિમનો પ્રારંભ કરીશું : ડૉ. વિવેકકુમાર ભટ્ટ

મુખ્યમંત્રીશ્રીના આ વિચારને વિનમ્રતાપૂર્વક સ્વીકારી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) કહ્યું હતું કે, આજે પહેલીવાર અમને એક ટાસ્ક આપણાથી મળ્યો છે. એટલે વચનબદ્ધ છીએ કે અમે પર્યાવરણ અને જળસંચય માટે જનજાગૃતિને લઈ મુહિમનો પ્રારંભ કરીશું.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત અભિયાન' અંતર્ગત ગુજરાતને હરિયાળું બનાવવા માટે રાજ્યભરમાં વિવિધ શહેર-જિલ્લાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમો યોજીને જનજાગૃત્તિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા સહિતનાં જિલ્લાઓમાં વિવિધ સ્થળે આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ :

ગુજરાત ફર્સ્ટે અમદાવાદનાં વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો

'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ' દ્વારા જાહેર કરાયું હતું કે, “ગૃહ-સ્તરે આરંભાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમો સંપૂર્ણ અમદાવાદમાં વિસ્તૃત કરવામાં આવશે”. ભવિષ્યમાં પણ વિવિધ વિસ્તારોમાં આવી જ હરિયાળી લાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા "ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ" (Gujarat First News's Green Gujarat Campaign) અંતર્ગત શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં 'વૃક્ષારોપણ કાર્યક્રમ' યોજાયો હતો. આ સોસાયટીઓમાં રહીશો સાથે મળી છાયાદાર અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

વસ્ત્રાપુર, સાઉથ બોપલ, ન્યુ વાસણાની સોસાયટીઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ શહેરમાં (Ahmedabad) પર્યાવરણ સંરક્ષણ સુવિચાર સાથે 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ' દ્વારા "ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ" અભિયાન અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું. શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત ગોયલ પાર્ક રો-હાઉસ સોસાયટી, સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સ્વિંગ ગાલા સોસાયટી અને ન્યુ વાસણા વિસ્તારમાં આવેલ રાજ્યેશ રિવા ફ્લેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહેનો, યુવાનો અને બાળકોએ સામૂહિક રીતે અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે વિવિધ જાતિનાં છાયાદાર અને ઔષધીય વૃક્ષો જેવા કે લીમડો, ગુલમહોર, રાયણ, પીપળો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. દરેક વૃક્ષમાં પ્રકૃતિ અને માનવજાત માટેની આશાનું બીજ રોપાયું હોય તેવી ભાવના ધરાવતી સ્થાનિક મહિલાઓએ સજાગતાથી ભાગ લીધો અને સાથે બાળકો પણ જોડાયા, જેથી આવનાર પેઢી પણ 'પર્યાવરણ સંરક્ષણ' અભિયાનથી સભાન અને જાગૃત થઈ શકે.

નાગરિકોએ 'વૃક્ષોનું જતન કરવામાં આવશે' એવા શપથ લીધા

વિવિધ સોસાયટીની બહેનોનું ઉત્ત્સાહપૂર્વક સહભાગિત્વ એ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સુરક્ષાનાં સંયુક્ત સંદેશને મજબૂતી આપી હતી. બાળકો દ્વારા પણ વૃક્ષો વાવવાનો સંદેશ– દેશ માટે ફરજ બાદ પર્યાવરણ માટે ફરજ, દરેક વૃક્ષને જાળવવા માટે સ્થાનિક રહીશો માટે "વૃક્ષ મિત્ર" ની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી હતી. આ સાથે શપથ પણ લેવાયા હતા કે આ વૃક્ષોનું જતન કરવામાં આવશે.

રાજકોટ :

પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ (Global warming) જેવા પડકારોને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે વધુમાં વધુ 'વૃક્ષારોપણ'. ત્યારે 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ' દ્વારા 'ગ્રીન ગુજરાત અભિયાન' અંતર્ગત રાજકોટમાં (Rajkot) પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં નાના મોવા રોડ પર આવેલી લાલા લજપતરાય ટાઉનશીપ ખાતે સ્થાનિકોને સાથે રાખી ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટની આ પહેલને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક અનુસરી વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ રાજકોટવાસીઓએ પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની આ મુહિમને બિરદાવી છે અને આ મુહિમમાં ભાગીદાર બની સહકાર આપી રહ્યા છે.

બનાસકાંઠા :

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં 'ગ્રીન ગુજરાત અભિયાન' અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) વડગામ તાલુકાના ભરોડ ગામમાં સ્મશાન ભૂમિમાં સ્વ ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષોને નુકશાન ન થાય અને વૃક્ષોનું સારી રીતે જતન થઈ શકે તે માટે વૃક્ષોની ફરતે પ્રોટેક્શન જાળી પણ લગાવવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં ગામનાં આગેવાનો અને યુવાનો પણ સહભાગી થયા હતા. મહત્ત્વની વાત છે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા વૃક્ષારોપણ (Green Gujarat Campaign) કર્યા બાદ ગામનાં લોકોએ જવાબદારી ઉપાડી છે અને વચન આપતા કહ્યું છે કે, 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે વૃક્ષો વાવીને આપ્યા છે હવે જતન કરવું એ અમારી જવાબદારી છે.'

ભાવનગર :

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત અભિયાન' અંતર્ગત ભાવનગર શહેરમાં ( Bhavnagar) પણ વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ વૃક્ષો રોપ્યા હતા. લોકોએ આ મુહિમને આવકારી છે અને ભવિષ્યમાં પણ વૃક્ષોનું સાર સંભાળ રાખી જતન કરશે તેમ જણાવ્યું હતું. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ભાવનગરમાં વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 4500 થી વધારે પરિવારોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃત્તિ લાવવાનો પ્રયાસ કરાયો છે.

અમરેલી :

ગુજરાતને હરિયાળું બનાવવાનાં ધ્યેય સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) દ્વારા કરાયેલ અપીલને સાર્થક સાબિત કરવા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણ કરવાનાં અભિગમને મહોત્સવ બનાવીને અમરેલીનાં (Amreli) સાવરકુંડલા ખાતે 1 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાવરકુંડલાનાં (Savarkundla) હાથસણી રોડ ખાતે વંદના બુદ્ધ વિહાર સોસાયટી ખાતેનાં વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત 200 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.

આ પણ વાંચો - Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કચ્છ-ભુજ

એક વિચારને વટ વૃક્ષ બનાવવાનો સંકલ્પ લેતા જ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું. 'ગ્રીન ગુજરાત' મિશન (Green Gujarat Campaign) અંતર્ગત ભુજ તાલુકાના પાલારા ખાતે આવેલા રામદેવ સેવાશ્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની હરિત ગુજરાત માટેની પહેલને આત્મસાત કરી 21 વૃક્ષોનાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઔષધીય, છાયાદાર અને ફળદાર જાતિના રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હરિયાળું અને સ્વચ્છ ગુજરાત બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સાથે જ ભવિષ્યમાં પણ ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટેના પ્રયાસોમાં સહકાર આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

છાયાદાર તેમજ ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરાયું

ઉપરાંત, ભુજ (Bhuj) તાલુકાના માધાપર જુનાવાસ ખાતે ઇંદ્રધામ સોસાયટીમાં મહિલા અને યુવક મંડળની ઉમદા સહભાગીતાથી 15 થી વધુ છાયાદાર તેમજ ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ વાવવામાં આવેલા દરેક વૃક્ષ માટે જવાબદારીઓ વહેંચી દેવામાં આવી અને વૃક્ષોની દૈનિક દેખભાળ, પાણી આપવાની વ્યવસ્થા તેમ જ જાળવણી માટે ચોક્કસ આયોજન પણ ઘડાયું હતું. સ્થાનિક આગેવાનો અને સોસાયટીનાં સભ્યોએ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના "ગ્રીન ગુજરાત" અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો હવે ગ્રામ્ય સ્તરે પણ સમજાય છે અને લોકોને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો અહેસાસ થાય છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ (Gujarat First News Channel) દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા બદલ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વધુ વિસ્તૃત વૃક્ષારોપણ આયોજનની ઘોષણા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Green Gujarat Green Ahmedabad : વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ, છાયાદાર-ઔષધિય વૃક્ષો રોપાયા

લીમડો, જાંબુ, ગુલમહોર, રાયણ, પીપળો તથા સેતુર જેવા વૃક્ષોનું રોપણ

ભુજમાં પ્રતિષ્ઠિત ઓધવ એવેન્યુ સોસાયટી ખાતે પણ વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહેનો, યુવાનો અને પૂર્વ સૈનિકો જોડાયા હતા અને સામૂહિક રીતે 15 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લીમડો, જાંબુ, ગુલમહોર, રાયણ, પીપળો તથા સેતુર જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ઉપરાંત, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા તાલુકાના નાગોર GIDC નાં મુખ્ય માર્ગ અને સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ, સ્થાનિક શ્રમિકો તથા ગ્રામજનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

કચ્છ- અંજાર

ગુજરાત સરકારનાં “ગ્રીન ગુજરાત” અભિયાન (Green Gujarat Campaign) અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પર્યાવરણપ્રેમી દ્રષ્ટિને આગળ ધપાવતી અનોખી પહેલનાં ભાગરૂપે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા અંજાર તાલુકાના (Anjar) સતાપર ગામ ખાતે આવેલા ગોવર્ધન પર્વત પર વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ 101 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સચિદાનંદ સંપ્રદાયના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પ્રવાસીઓ તેમ જ મોટી સંખ્યામાં સ્થાનિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રાકૃતિક સમતુલન જળવાઈ રહે, નવી પેઢીઓને હરિયાળું વાતાવરણ મળી રહે તેવા હેતુંથી આ વૃક્ષારોપણ કાર્યક્રમ અમલમાં મૂકાયો હતો.

સાડા 6 કરોડ લોકોની આંખમાં 'હરિયાળું ગુજરાત' નું સ્વપ્ન, ગુજરાત ફર્સ્ટ પણ કટિબદ્ધ

સાડા 6 કરોડની જનતાનાં આંખમાં હરિયાળી સપનું છે, જ્યાં વિકાસ સાથે સંવેદના છે અને પ્રગતિ સાથે પ્રકૃતિનો સંગાથ છે. વરસાદી પાણીનાં સંગ્રહથી લઇને સોલાર એનર્જી સુધી, ગુજરાત આજનાં યુગમાં હરિત વિકાસનું મૉડેલ જે રીતે બની રહ્યું છે. તેને જોતા ગુજરાત ફર્સ્ટ (Gujarat First News Channel) પણ એક વચન એ આપે છે કે, રાજ્યનાં તમામ જિલ્લાઓની શિકલ ઘટાદાર વૃક્ષો સ્વરૂપે કંઈક આજ રીતે આગળ પણ આપતું રહેશે.

આ પણ વાંચો - Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો આજના કાર્યક્રમોની વિગત

Tags :
AhmedabadAmreliBanaskanthaBhavnagarChairman Mukeshbhai PatelCM Bhupendrabhai Patelenvironmental protectionGlobal warmingGreen Gujarat Green AhmedabadGujarat First News ChannelGujarat First News's Green Gujarat CampaignHead & Editor Dr. Vivek Kumar BhattKutchMD Jasminbhai PatelPM Narendrabhai ModiRAJKOTShri Siddhi Media GroupTop Gujarati NewsTree planting
Next Article