ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લેઉવા પટેલ સમાજની 31 દિકરીઓનો સમૂહ લગ્ન યોજાયો

સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા 31 દીકરીઓના લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, લેઉવા પટેલ સમાજના અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 20000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા ગોંડલ...
06:35 PM May 03, 2023 IST | Hiren Dave
સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા 31 દીકરીઓના લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, લેઉવા પટેલ સમાજના અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 20000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા ગોંડલ...

સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા 31 દીકરીઓના લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, લેઉવા પટેલ સમાજના અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 20000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા ગોંડલ લેઉવા પટેલ સમાજની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી

જેમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ,ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ મુખ્ય સમિતિ, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ,સાટોડીયા પરિવાર ટ્રસ્ટ,જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, જનસેવા મિત્ર મંડળ, ગોલ્ડન ગ્રુપ ગોંડલ, મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ,તેમજ દાસીજીવણ સત્સંગ મંડળ વગેરેએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા પણ  હાજર  રહ્યા  હતા

ત્યારે પોરબંદર મતવિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક,ડોક્ટર વલ્લભભાઈ કથીરીયા,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા,પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા,કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, તેમજ ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ,ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,તેમજ દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,

આ  કાર્યક્રમમાં  અગ્રણી ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ એવા ધનસુખભાઈ નંદાણીયા, ગુણુભાઈ ભાદાણી, સોહિલભાઈ માંડણકા, તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સરદાર પટેલ સોશ્યિલ ગ્રૂપના પ્રમુખ બટુકભાઈ ઠુમર,ડૉક્ટર નૈમિશભાઈ ધડુક,ગીરધરભાઈ વેકરિયા,લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા,શૈલેષભાઇ વેકરિયા,દિપકભાઇ ઘોણીયા, ડી. ડી. ઠુમર, કમલેશભાઈ ખૂંટ, દિવ્યેશભાઈ લીલા, કિશોરભાઈ ભાલાળા વગેરેએ તમામ મહેમાનો તેમજ તમામ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો

આ પણ  વાંચો- સુરત: હીરાની ચમક આપતા રત્નકલાકારોનું જીવન અન્ધકાર મ્ય બન્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

Tags :
31 daughtersGondalGroup weddingLeuva Patel society
Next Article