Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રક્ષાબંધન-જન્માષ્ટમી માટે GSRTC નું વિશેષ આયોજન! 6500 વધુ બસ ટ્રિપોનું આયોજન

શ્રાવણ માસ ચાલુ થાય એટલે તહેવારો શરૂ થાય.. ત્યારે સૌથી વધારે આ તહેવારોમાં મુસાફરોની સંખ્યા પણ વધતી હોય છે. ત્યારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વમાં એસટી નિગમનું એક્સ્ટ્રા બસો દોડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રક્ષાબંધન જન્માષ્ટમી માટે gsrtc નું વિશેષ આયોજન  6500 વધુ બસ ટ્રિપોનું આયોજન
Advertisement

શ્રાવણ માસ ચાલુ થાય એટલે તહેવારો શરૂ થાય.. ત્યારે સૌથી વધારે આ તહેવારોમાં મુસાફરોની સંખ્યા પણ વધતી હોય છે. ત્યારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વમાં એસટી નિગમનું એક્સ્ટ્રા બસો દોડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વમાં મુસાફરો માટે ખાસ આયોજન

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ દરમિયાન મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ તરફથી 6,500 વધારાની બસ ટ્રિપો યોજાશે, જે તહેવારો દરમિયાન મુસાફરોને સમસ્યા ન થાય અને મુસાફરીને વધુ સરળ બનાવવા માટે બનાવાયેલો નિર્ણય છે. ગયા વર્ષ રક્ષાબંધન અને જન્માષ્ટમીના સમયે GSRTC દ્વારા 6,000 એક્સ્ટ્રા બસ ટ્રિપો ચલાવવામાં આવી હતી, જેમાં અંદાજે 3.15 લાખથી વધુ મુસાફરોને લાભ મળ્યો હતો. આ વર્ષે તે સંખ્યા વધારીને 6,500 કરવામાં આવી છે, જેથી વધુ લોકો ઓછા સમયમાં અને આરામદાયક રીતે પહોંચી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Advertisement

તહેવારોમાં સ્પેશિયલ રૂટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું

રક્ષાબંધનના પર્વ પર રાજ્યના ગ્રામ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના વિસ્તારો ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ બસોની વધારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે યાત્રાધામો જેવા કે ડાકોર, દ્વારકા, શામળાજી અને અન્ય ધાર્મિક સ્થળો સુધી વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાઓ યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને સલામત યાત્રાનો અનુભવ આપશે. GSRTC એ મુસાફરોને તેમની મુસાફરી સરળ, સુવિધાજનક બનાવવા માટે તહેવારો દરમિયાન ખાસ ધ્યાન રાખીને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Advertisement

અહેવાલ - માનસી પટેલ

આ પણ વાંચો :  Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલીવાર યોજાશે ગરબાની રમઝટ! જાણો સંપૂર્ણ વિગત

Tags :
Advertisement

.

×