Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB એ કોર્ટ સુપ્રિટેન્ડન્ટને 15 હજારની લાંચ લેતા ઝડપ્યા, અગાઉ 10 હજાર લઈ લીધા હતા

છેલ્લાં એક વર્ષમાં અદાલત સાથે સંકળાયેલા બે કેસ Gujarat ACB એ નોંધ્યા છે. એક કેસમાં તો ગુજરાત હાઇકોર્ટે જજને સસ્પેન્ડ કરી દીધાં.
gujarat acb એ કોર્ટ સુપ્રિટેન્ડન્ટને 15 હજારની લાંચ લેતા ઝડપ્યા  અગાઉ 10 હજાર લઈ લીધા હતા
Advertisement

Gujarat ACB : ગુજરાત એસીબીના ઇતિહાસમાં અનેક નોંધપાત્ર લાંચ કેસ નોંધાઈ ચૂક્યાં છે. છેલ્લાં એક વર્ષમાં અદાલત સાથે સંકળાયેલા બે કેસ Gujarat ACB એ નોંધ્યા છે. એક કેસમાં તો ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) જજને સસ્પેન્ડ કરી દીધાં. બેંકને ગીરવે મુકેલા મકાનનો કબજો આપવામાં વિલંબ કરવા પેટે રૂપિયા 15 હજારની લાંચ લેતા આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડન્ટ (Court Superintendent Anand District) ને ટીમ એસીબીએ રંગે હાથ ઝડપ્યા છે.

લાંચનો બીજો હપ્તો લેવા જતાં Gujarat ACB ત્રાટકી

આમંદ જિલ્લાના એક વ્યક્તિ વિરૂદ્ધ બેંકે સરફેસી એક્ટ હેઠળ સિવિલ કોર્ટ આણંદ (Civil Court Anand) ખાતે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરી હતી. ગત એપ્રિલ મહિનામાં સિવિલ કોર્ટે લૉનધારકે ગીરવે મુકેલા મકાનનો કબજો બેંકને સોંપી દેવા હુકમ કર્યો હતો. જે હુકમની અમલવારી કરવા માટે ગત ઑગસ્ટ મહિનામાં કોર્ટ કમિશનર મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્ટ સુપ્રિટેન્ડન્ટ ઉસ્માનગની મીર (Usmangani Mir Court Superintendent) સ્થળ પર ગયા હોવા છતાં મકાનનો કબજો બેંકને અપાવ્યો ન હતો. ત્યારબાદ ઉસ્માનગની ઇસ્માઈલગની મીરે મકાનનો કબજો આપવાની નોટિસ નીકળે ત્યારે તેમજ કોર્ટનો માણસ સ્થળ પર આવવાનો હોય તેની જાણ કરવાની ખાતરી આપી 25 હજારની લાંચ માગી હતી. જે પૈકી 10 હજાર મેળવી લેનારા ઉસ્માનગની મીરે બાકી રહેલી લાંચનો હપ્તો રૂપિયા 15 હજાર મેળવવા સંપર્ક કરતા Gujarat ACB ને જાણ થઈ હતી. આથી આણંદ એસીબી પોલીસ સ્ટેશન (Anand ACB Police Station) ના પીઆઈ એમ.એલ.રાજપૂતે ફરિયાદ નોંધી છટકું ગોઠવ્યું હતું. ઉસ્માનગની મીર અદાલત ખાતેથી નીકળીને લાંચ લેવા માટે અમૂલ ડેરી પાસે પહોંચ્યા હતા અને લાંચ સ્વીકારતા PI M L Rajput અને તેમની ટીમે ઝડપી લીધા હતા.

Advertisement

Gujarat ACB એ 75 હજારના પગારદારની કરી ધરપકડ

આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચોથા એડી.સીનિયર સિવિલ જજની કચેરીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની મીર આણંદના ભાલેજ ઑવરબ્રિજ પાસે આવેલા ઇકરા રેસીડેન્સીમાં રહે છે. વર્ગ 3ના કર્મચારી એવા 52 વર્ષીય ઉસ્માનગની મીરને મહિને 75 હજાર રૂપિયા પગાર મળતો હતો. ધરપકડ કરાયેલા ઉસ્માનગની મીરને ACB Gujarat ના તપાસ અધિકારી અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવા પ્રક્રિયા હાથ ધરશે.

Advertisement

વર્ષ અગાઉ Gujarat High Court એ જજને સસ્પેન્ડ કર્યા હતા

ભરૂચ કોર્ટમાં ચાલતા છેતરપિંડીના કેસમાં આરોપીને તેમના વકીલ સલીમ ઈબ્રાહીમભાઇ મનસુરીએ કોર્ટનો નિર્ણય તમારા વિરૂદ્ધ આવી શકે છે તેવો ડર બતાવી જજના નામે 5 લાખની લાંચ માગી હતી. 5 લાખ પૈકી 4 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા Advoacate Salim Mansuri ઑગસ્ટ-2024માં એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ખાનગી વકીલ ACB Trap માં સપડાયા બાદ જજ એમ. બી. ઘાસુરાના નામે લાંચ માગવાની હકિકત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવી હતી. જેને લઈને હાઇકોર્ટે તકેદારીના ભાગરૂપે એમ. બી. ઘાસુરા (M B Ghasura Judicial Officer) ને સસ્પેન્ડ કરી વેરાવળ હેડ કવાર્ટર બદલી સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો :   બોગસ ગન લાયસન્સ સ્કેમમાં કૉર્પોરેટર, બિલ્ડર અને લોક કલાકારોના નામ આરોપી તરીકે ઉછળ્યા હતા, આરોપીઓ પકડવામાં Gujarat ATS નો ભેદ-ભાવ

Tags :
Advertisement

.

×