Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્રના વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન

ગુજરાતની વાયુસેના સંઘ શાખા દ્વારા 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્ય મથક ખાતે નીલામ્બર ઑડિટોરિયમમાં રાષ્ટ્રીય સુરક્ષાના બહુવિધ વ્યૂહાત્મક પાસાઓ પર આંતરદૃષ્ટિ પૂરી પાડતી કરતી આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્રના વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન
Advertisement
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
  • એર માર્શલ નર્મદેશ્વર તિવારી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
  • નિર્મલ જીત સિંહ સેખોંને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે

ગુજરાતની વાયુસેના સંઘ શાખા દ્વારા 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્ય મથક ખાતે નીલામ્બર ઑડિટોરિયમમાં રાષ્ટ્રીય સુરક્ષાના બહુવિધ વ્યૂહાત્મક પાસાઓ પર આંતરદૃષ્ટિ પૂરી પાડતી કરતી આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાસ કરીને ગુજરાતને જે સુરક્ષા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે AFA ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવતી પહેલને પોતાનું માર્ગદર્શન અને સમર્થન આપ્યું હતું. એર માર્શલ નર્મદેશ્વર તિવારી PVSM AVSM VM, AOC-in-C, HQ SWAC, ગાંધીનગર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

  • એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી PVSM, AVSM, VM (નિવૃત્ત) દ્વારા - "હાલમાં ચાલી રહેલા સંઘર્ષોમાંથી વ્યૂહાત્મક બોધપાઠ" પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
  • લેફ્ટનન્ટ જનરલ પ્રદીપ ચંદ્ર નાયર PVSM, AVSM, YSM (નિવૃત્ત) દ્વારા - "ઉત્તર પૂર્વ ભારત અને આપણા વિતરિત તાત્કાલિક પૂર્વની વ્યૂહાત્મક પ્રાસંગિકતા" પર વ્યાખ્યાન
  • રીઅર એડમિરલ સુદર્શન વાય. શ્રીખંડે AVSM (નિવૃત્ત) દ્વારા - "ક્વાડ સંવાદ પર ભારતીય દૃષ્ટિકોણ" વિષય પર વ્યાખ્યાન

ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે જેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના F-86 જેટ વિમાનો સામે અસમાન યુદ્ધમાં ભાગ લેવા બદલ તેમની હિંમત, બહાદુરી અને ઉડાન કૌશલ્યનું સન્માન કરવા માટ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. F-86 જેટ વિમાનોમાંથી એક વિમાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેઓ શહીદ થયા હતા.

Advertisement

વાયુસેના સંઘની ગુજરાત શાખાના અધ્યક્ષ એર માર્શલ પી.કે. દેસાઈ, PVSM AVSM VSM (નિવૃત્ત)એ કહ્યું હતું કે, "આપણે જે પ્રકારના જોખમો એટલે કે આતંકવાદી સમુદ્રી અને સરહદી જોખમોનો સામનો કરવા અને લાંબા ગાળાની શાંતિ તેમજ આર્થિક સ્થિરતાના માર્ગ પર રહેવા માટે પ્રચંડ હિંમત અને અનુકૂલનશીલતાની જરૂર પડે છે". વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનોનું નામકરણ ફ્લાઇંગ ઓફિસર સેખોંના નામથી કરવા પાછળ પણ આ જ કારણ છે.

વાયુસેના સંઘ એ ભારતીય વાયુસેનાના નિવૃત્ત કર્મચારીઓનું રજિસ્ટર્ડ સંગઠન છે જેની સ્થાપના એર ચીફ માર્શલ (નિવૃત્ત) અર્જન સિંહ, DFC (ભારતીય વાયુસેનાના માર્શલ) દ્વારા કરવામાં આવી હતી. AFAમાં આજે 8000 કરતાં વધુ વિધવાઓ સહિત 1,00,000થી વધુ સભ્યો છે.

AFA ગુજરાતની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન ગુજરાતમાં સ્થાયી થયેલા વાયુસેનાના ભૂતપૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની એક પેનલ દ્વારા કરવામાં આવે છે અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ વિધવાઓ અને બાળકો સહિત ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને નાણાકીય અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતની સંસ્કૃતિને જાણી શકો તે માટે રાજ્ય સરકાર તરફથી એરફોર્સના જવાનોને આમંત્રણ આપું છું. એરફોર્સના જવાનોને પારિવારિક ગેટ ટુ ગેધર માટે આમંત્રણ આપું છું. વ્યવસ્થાની જવાબદારી મંત્રી તરીકે મારી છે, શિક્ષક એ જીવનભરની કમાણીને સોલ્જર્સ માટે આપે છે તે જોઈ દેશની આવી માતાઓને પણ મારા નમન છે. આજનો સેમિનાર પોતાના ઉપયોગ માટે દેશની સુરક્ષા કરતા અધિકારીઓને જરૂરી માહિતી મળશે તેવી આશા રાખું છું. દુનિયાના મજબૂત અર્થતંત્રમાં પાંચમા સ્થાને આપણે પહોંચ્યા છે જેમાં પ્રધાનમંત્રીનું વિઝન છે. કુદરત જ્યારે રૂઠે, વિદેશથી ભારતીય નાગરિકોને પરત લાવવાની વાત હોય કે, સાયક્લોનમાં મદદરૂપ થવાનું હોય ત્યારે એરફોર્સ કામગીરી કરે છે તેમને વંદન છે. ગુજરાતનો સૌથી મોટો એરિયા પૈકી 1600 કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર છે ત્યારે પાકિસ્તાન જેવા દેશોમાંથી આવતા ડ્રગ્સ પકડવામાં આ વર્ષને સુવર્ણ વર્ષ તરીકે માનવામાં આવશે. બોર્ડર વિલેજમા સ્થાનિક ઇન્ટેલીઝેન્સનો ઉપયોગ કરી માહિતી મેળવતા હોઈએ ટાપુઓ પર અવૈદ્ય બાંધકામ તોડી જગ્યા ખાલી કરી સુરક્ષિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: USA : અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા, જાણો કોણ છે તે લોકો

Tags :
Advertisement

.

×