Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્ય સરકારનો વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય

રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓના ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો
gujarat  રાજ્ય સરકારનો વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય
Advertisement
  • રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ Bailiff કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું
    -----

Gujarat :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને કાયદા-ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)ના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂ. ૨૦૦ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ (F.T.A.)માં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને રૂ. ૨,૫૦૦ ખાસ ભથ્થુ મંજૂર કરવામાં આવું છે.

ગુજરાત Gujarat રાજ્ય જ્યુડીશીયલ બેલીફ મંડળ (Gujarat State Judicial Bailiff Board) દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના ન્યાયિક ખાતામાં ફરજ બજાવતાં તમામ બેલીફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં તા. ૦૧ જુલાઇ, ૨૦૨૫થી વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂ. ૩૪.૭૭ લાખ તથા વાર્ષિક રૂ. ૪.૧૮ કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : 'લાંચ ના આપી એટલે ફાઇલ...', નાયબ મામલતદારથી પીડિત અરજદાર

Advertisement

Tags :
Advertisement

.

×