Gujarat ATS: જાસૂસી કેસમાં બે આરોપીઓ ઝડપાયા, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે
- ગુજરાત ATS એ જાસૂસી કાંડનો કર્યો પર્દાફાશ
- જાસૂસી નેટવર્ક કેસમાં 2 આરોપીની ધરપકડ
- ઝડપાયેલા આરોપી સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું
- એક આરોપી દમણ અને અન્ય એક આરોપી ગોવાથી ધરપકડ
- દમણમાંથી મહિલા અને ગોવામાંથી ધરપકડ
- બન્ને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની હકીકત સામે આવ્યું
- આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો
- પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે AK સિંહ મદદ કરતો હોવાનું આવ્યું સામે
Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા ગોવાથી ઝડપાઈ છે જ્યારે દમણથી ભૂતપૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ પાકિસ્તાની ખુફિયા એજન્સીઓના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેઓ ગુજરાતના સંવેદનશીલ સ્થળો તેમજ સુરક્ષા દૃષ્ટિએ મહત્વના વિસ્તારોની જાસૂસી કરી માહિતી પાકિસ્તાન મોકલતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ખાસ વાત એ છે કે એ.કે. સિંહ પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં પણ મદદરૂપ થતો હોવાના આક્ષેપો છે. હાલ બંનેની ઊંડી પૂછપરછ ચાલુ છે.
7 નવેમ્બરે ત્રણ આતંકવાદીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSને 7 નવેમ્બર, 2025 ના રોજ સવારે બાતમી મળી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ ગુજરાતમાં છે. સતત 15 કલાકથી વધુ સમયની ટેક્નિકલ સર્વેલન્સ અને ગ્રાઉન્ડ ઓપરેશન બાદ રાત્રે 9 વાગ્યે કલોલ વિસ્તારમાંથી તેની સહિત કુલ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ATSએ કર્યો જાસૂસી કાંડનો પર્દાફાશ
ગોવા અને દમણમાંથી બે જાસૂસની કરી ધરપકડ
પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હતા બંને જાસૂસ
આરોપી એ.કે. સિંહ આર્મીમાં સૂબેદાર રહી ચૂક્યો છે
રશ્મણી પાલ નામની મહિલાની દમણથી ધરપકડ
જાસૂસોને આર્થિક મદદ કરતો હતો એ.કે. સિંહ@GujaratPolice @sanghaviharsh… pic.twitter.com/T6JTxrocRm— Gujarat First (@GujaratFirst) December 4, 2025
ચાર મહિના પહેલાંનું મોટું ઓપરેશન
ગુજરાત ATSએ ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓને પકડ્યા હતા. આમાં બે વ્યક્તિ અમદાવાદ અને મોડાસા (ગુજરાત)ના બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના છે. આ ચારેય વ્યક્તિઓ અલકાયદાની દક્ષિણ એશિયા શાખા AQIS (Al-Qaeda in Indian Subcontinent)ની વિચારધારાનો પ્રચાર કરતા હતા. સોશિયલ મીડિયા અને ખાસ એપ્સ દ્વારા જેહાદી સાહિત્ય ફેલાવવા તેમજ ઓપરેશન સિંદૂર જેવી ઘટનાઓને લગતી વિવાદાસ્પદ પોસ્ટ્સ કરવામાં સક્રિય હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વધુ ખુલાસા થવાની શક્યતા
ગુજરાત ATSએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્ક, અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ અને હવે નવા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને રાજ્ય તેમજ દેશની આંતરિક સુરક્ષામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની ખાણીપીણીના એકમોની થશે ચકાસણી


