Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ક્યારે થશે જાહેરાત ? જાણો વિગત!

ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે.
gujarat bjp   ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ક્યારે થશે જાહેરાત   જાણો વિગત
Advertisement
  1. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈ મહત્ત્વનાં સમાચાર (Gujarat BJP)
  2. 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી હાથ ધરાશે
  3. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી
  4. "કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ"
  5. પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત

Gandhinagar : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં (BJP) નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળોનો માહોલ જામ્યો છે. રાજકીય વર્તુળોમાં ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને (State President of Gujarat BJP) લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે, હવે આ મામલે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક 4 એક્ટોબરે થઈ શકે છે. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. કમલમનાં (Kamalam) પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે. સંભવિત 4 ઓક્ટોબરનાં રોજ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કાર્યક્રમ યોજાઈ શકે છે. પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhi Jayanti 2025 :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ

Advertisement

Gujarat BJP ને મળશે નવા પ્રદેશ પ્રમુખ, 4 ઓક્ટોબરે થશે મતદાન-ગણતરી

ગુજરાતનાં રાજકારણમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર આવી શકે છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. જણાવી દઈએ કે, ભાજપનાં (BJP) પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ ગુજરાત ભાજપના (Gujarat BJP) નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાશે. આ દિવસે જ મતદાન અને મતગણતરી હાથ ધરાશે. જ્યારે, આ પહેલા 3 ઓક્ટોબરે ફૉર્મ સ્વીકારવા અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે.

આ પણ વાંચો - Salute to Police : જીવનનો અંત આણવા ઝેરી પી ગયેલા બેહોશ પડેલા દંપતીને હૉસ્પિટલ પહોંચાડી પોલીસે જીવ બચાવ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મંત્રીમંડળનાં વિસ્તરણની સંભાવના

નોંધનીય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swarajya Election) પણ થવાની છે. ત્યારે આ ચૂંટણી પહેલા ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મંત્રીમંડળનાં વિસ્તરણની પણ શક્યતા છે. પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણનો આખરી નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે. આગામી ચૂંટણીમાં દિશાસૂચન અને નેતૃત્વ માટે પ્રથમ પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે.

આ પણ વાંચો - અમદાવાદમાં ખેલમહાકુંભ 2025નો ભવ્ય શુભારંભ : Harsh Sanghvi ના હાથે ઉદ્ઘાટન, 24 જાન્યુઆરીએ સમાપન

Tags :
Advertisement

.

×