Gujarat: રાજ્યભરમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો, મોડાસામાં નોંધાયું સૌથી ઓછુ તાપમાન
- લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો
- રાજ્યભરમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો
- દિવસ-રાતના તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે
Gujarat: ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં હવે ઉત્તરના પવનો ફુંકાતા ધીરે ધીરે ઠંડી વધવાની છે. નોંધનીય છે કે, રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે, તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા ઠંડીમાં વધારે થવાનો છે, જો કે, આમેય આ વખતે ઠંડી થોડી મોડી શરૂ થઈ છે. પહેલા ઓક્ટોબરના અંતમાં શિયાળાની શરૂઆત થઈ જતી હતી પરંતુ અત્યારે નવેમ્બરના અંતમાં શરૂ થઈ છે.
આ પણ વાંચો: ખેતી થકી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ, જાણો શું કહ્યું...
વાતાવરણમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ
રાજ્યમાં તાપમાનની વાત કરવામાં આવે તો, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. આ સાથે મહેસાણામાં 17.5 ડિગ્રી, પાટણમાં 16.9 ડિગ્રી, ડીસામાં 17.6 ડિગ્રી, હિંમતનગરમાં 17.4 ડિગ્રી અને મોડાસામાં સૌથી ઓછું 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, આગામી સમયમાં ફરી વાતાવરણમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, ઉત્તરના પવનો ફૂંકાશે તો ઠંડીમાં વધારે થવાનો જ છે.
આ પણ વાંચો: Chhota Udaipur : નામાંકિત શાળાનાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી અને કર્યું શરમજનક કૃત્ય
રાજ્યમાં આજે વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ
નોંધનીય છે કે, અત્યારે રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે, દિવસ-રાતના તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. રાજ્યમાં આજે વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થયો હતો. આજે સવારથી ઠંડીનો ચમકારો વધ્યો છે, ઠેર ઠેર લોકો તાપણા કરીને ઠંડીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Jignesh Mevani સામે દલિત સમાજે જ માંડ્યો મોરચો! જાણો કેમ થઈ રહ્યો છે ઊગ્ર વિરોધ ?