Congress નો આરોપ, જનતાના પૈસે ખાનગી સંસ્થા Symbiosis Health Care ને સરકાર કરોડોની કમાણી કરાવશે
Gujarat State Congress ના પ્રવક્તાએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પર ડાયાલિસિસ સેન્ટરો (Government Dialysis Centers) ને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. Congress નો આરોપ છે કે, ઉત્તર ગુજરાતના બે જિલ્લાની ત્રણ સરકારી હૉસ્પિટલ અને 11 આરોગ્ય કેન્દ્રો સિમ્બાયોસિસ હેલ્થ કેર (Symbiosis Health Care) ને ટેન્ડર કે અન્ય પ્રક્રિયા વિના બારોબાર આપી દેવાયા છે. Congress ની રાજ્ય સમિતિના પ્રવક્ત ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા (Dr. Parthivrajsinh Kathvadiya) એ આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ સરકાર, રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સાચવી શકે તેમ નથી? કેમ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખાનગીકરણ થઈ રહ્યું છે?
Congress ના આરોપ અનુસાર ક્યારે પધરાવ્યા સેન્ટર ?
મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં Gujarat Congress Committee ના પ્રવકતા ડૉ. પાર્થિવરાજસિંહે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે. Congress ના આરોપ અનુસાર આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લા (Aravalli District) ની ભિલોડા હૉસ્પિટલ તેમજ મેઘરજ, બાયડ, માલપુર, મોડાસા, શામળાજી અને ધનસુરા આરોગ્ય કેન્દ્રો ખાનગી સંસ્થાને પધરાવી દીધી છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લા (Sabarkantha District) ની ઈડર તેમજ ખેડબ્રહ્મા હૉસ્પિટલ તથા પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર આરોગ્ય કેન્દ્રોના ડાયાલિસિસ સેન્ટર માર્ચ-2024માં સોંપી દેવાયા છે. આરોગ્ય વિભાગે કરેલા ઠરાવમાં સિમબાયોસિસ હેલ્થ કેર ફાઉન્ડેશન (Symbiosis Health Care Foundation) ને એક ડાયાલિસિસ સાયકલ પેટે સરકાર રૂપિયા 1650 ચૂકવશે.
Congress એ કયા-કયા સવાલો ઉઠાવ્યા ?
- 4.20 કરોડનું ડાયાલિસિસ મશીન, સરકારી બિલ્ડીંગ સહિતનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી સંસ્થાને કેમ મફતમાં વાપરવા આપ્યું ?
- સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના માલિક કોણ ?
- કોને સરકારી લાભ અપાવવા માંગે છે ?
- ઠરાવમાં ફાઉન્ડેશનનું પૂરું એડ્રેસ નહીં લખી કેમ છુપાવવામાં આવે છે ?
- સરકારી હૉસ્પિટલમાં ફરજ નિભાવતા ડૉક્ટરોને Dialysis Centers પર રાઉન્ડ લેવાની ફરજ પાડવામાં આવશે ?
- સરકારના આરોગ્ય વિભાગે ટેન્ડર વિના માત્ર ઠરાવ કરીને સરકારી ડાયલિસિસ સેન્ટરો ખાનગી સંસ્થા Symbiosis Health Care ને સોંપ્યા ?
- સરકારી ડાયાલિસિસ સેન્ટરના ખાનગીકરણ પાછળ શું ભાજપ સરકારના આરોગ્ય વિભાગનો ભ્રષ્ટાચાર જવાબદાર છે ?
વર્ષે 9.90 કરોડની આવક ખાનગી સંસ્થાને થશે
રાજ્ય સરકાર પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ ચાલતી યોજનાનું ખાનગીકરણ કરી દેવાયું હોવાનો આરોપ ડૉ. કઠવાડીયાએ લગાવ્યો છે. પ્રતિ ડાયાલિસિસ ૧૬૫૦ રૂપિયા ખાનગી સંસ્થાને સરકાર ચૂકવશે. સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન હેઠળ સોંપાયેલા ડાયાલિસિસ સેન્ટરમાં માસિક 5 હજારથી વધુ ડાયાલિસિસ થાય છે ત્યારે વાર્ષિક રૂપિયા 9 કરોડ 90 લાખ જેટલી માતબર રકમ સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના ખાતામાં જશે. જનતાની મહેનતના પૈસે ભાજપ સરકાર (BJP Government) ખાનગી સંસ્થાને કરોડો રૂપિયાની કમાણી કરાવતી હોવાનો આરોપ Congress એ લગાવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad PCB ની રેડમાં સરપંચ પુત્ર, મહિલા સહિત 17 જુગારીયાઓ ડેકૉરેશનના ગૉડાઉનમાં જુગાર રમતા ઝડપાયા


