Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress : એક તરફ પ્રદેશ પ્રમુખની પસંદગી, બીજી તરફ દિગ્ગજ નેતાના નિર્ણય એ આંચકો આપ્યો!

દેવભૂમિ દ્વારકાનાં (Devbhoomi Dwarka) કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માડમ એ કહ્યું કે...
gujarat congress   એક તરફ પ્રદેશ પ્રમુખની પસંદગી  બીજી તરફ દિગ્ગજ નેતાના નિર્ણય એ આંચકો આપ્યો
Advertisement
  1. પૂર્વ સાંસદ વિક્રમ માડમના નિવેદન બાદ રાજકીય ગરમાવો! (Gujarat Congress)
  2. દેવ ભૂમિદ્વારકાનાં કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં આપ્યું મોટું નિવેદન
  3. હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડુંઃ વિક્રમ માડમ
  4. "વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા, બીજું કહેવાની જરૂર નથી"

Gujarat Congress : ગુજરાતનાં રાજકારણને લઈ વધુ એક મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા વિક્રમ માડમ એ (Vikram Madam) હવે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમ એ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે દેવભૂમિ દ્વારકાનાં (Devbhoomi Dwarka) કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં તેમણે કહ્યું કે, હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા, બીજું કહેવાની જરૂર નથી. જનતાએ પોતાની લડાઈ જાતે લડવાની હોય છે.

આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની પસંદગી

Advertisement

દેવ ભૂમિદ્વારકાનાં કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માડમનું મોટું નિવેદન

આજે ગુજરાત કોંગ્રેસમાંથી (Gujarat Congress) બે મોટા સમાચાર આવ્યા છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની (Amit Chavda) પસંદગી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાનાં કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ એ મોટી જાહેરાત કરી છે. જામનગર જિલ્લાના (Jamnagar) કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ અગામી સમયમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Naina Vavadiya Case : CM ને પત્ર, લખ્યું- 'આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો કરવો જરૂરી..!'

હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડુંઃ વિક્રમ માડમ

વર્ષોથી સક્રિય રાજકારણમાં ખૂબ મોટું નામ ધરાવતા વિક્રમ માડમે (Vikram Madam) મોટું નિવેદન આપી સૌ કોઈને ચોંકાવ્યા છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમ એ કહ્યું કે, હું દેવભૂમિ દ્વારકામાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા, બીજું કહેવાની જરૂર નથી. જનતાએ પોતાની લડાઈ જાતે લડવાની હોય છે. વિક્રમ માડમના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે રાજકીય વર્તળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે.

આ પણ વાંચો - Jamnagar : ગર્ભવતી પત્નીને હેવાન પતિએ ઢોર માર માર્યો, ગર્ભમાં રહેલ 5 માસનાં માસૂમનું મોત

Tags :
Advertisement

.

×