Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!
- ગુજરાતભરમાં Gujarat First નું Special Operation 'Asur'
- Gujarat First નાં અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ
- વિવિધ જિલ્લાઓમાં પોલીસે દારૂનાં અડ્ડાઓ પર પાડ્યા દરોડા
- દીવ અને કચ્છમાં પણ ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર
Gujarat First Impact : ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ, આ કાયદો માત્રને માત્ર કાગળ પર હોય તેવા આરોપો અનેકવાર થયા છે. કારણ કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ અનેક વખત દારૂનાં જથ્થા સાથે બુટલેગરો ઝડપાતા હોય છે. રાજ્યમાં દારૂની હેરાફેરીને રોકવા અને બુટલેગરો પર લગામ લગાવવામાં ગુજરાત પોલીસ (Gujarat Police) સતત નિષ્ફળ રહી છે. ત્યારે Gujarat First દ્વારા સ્પેશિયલ ઓપરેશન 'અસુર' (Operation 'Asur') હેઠળ રાજ્યભરમાં શરાબનાં સોદાગરોનાં ચોંકાવનારા ખુલાસા સાથેનો અહેવાલ રજૂ કર્યા બાદ પોલીસ દોડતી થઈ છે અને શામળાજી, વડોદરા (Vadodara), ખેડા, નવસારી, રાજકોટ (Rajkot), વલસાડ અને જામનગરમાં દારૂનાં અડ્ડાઓ પર કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો - Gujarat First Impact: Operation Asur બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા
Gujarat First અહેવાલ બાદ દીવ અને કચ્છમાં પણ કાર્યવાહી!
જો કે, હવે દીવ અને કચ્છમાં (Kutch) પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. માહિતી અનુસાર, દીવમાં (Diu) વાઇન શોપમાં આધારકાર્ડ પરથી દારૂ અપાય છે. ત્યારે કડકડતી ઠંડીમાં દારૂની ખરીદી માટે લોકોની લાંબી લાઇન જોવા મળી છે. દારૂનાં પ્યાસા બેરિકેટ ટપીટપીને લાઇનમાં લાગે છે. 31st નજીક હોવાથી ઉજવણીનાં ભાગરૂપે દીવમાં પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. બીજી તરફ દીવમાં દારૂ ઘૂસેડવા માટે બુટલેગરો પણ અવનવાં કીમિયા અપનાવી રહ્યા છે. વાઈનશોપ પર લાગી લાંબી કતારમાં વધુ પડતાં બુટલેગરો હોવાનો અનુમાન છે.
આ પણ વાંચો - Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!
કચ્છમાંથી રૂ. 1.66 લાખનો દારૂ ઝડપાયો
કચ્છની વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First Operation 'Asur') અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પૂર્વ કચ્છમાં LCB ની ટીમે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. માહિતી અનુસાર, રાપર તાલુકાનાં બાલાસર વિસ્તારમાંથી રૂ. 1 લાખ 66 હજારની કિંમતનો દારૂ ઝડપાયો છે. પોલીસે કાર્યવાહી કરી એક જીપ સહિત દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બુટલેગરોની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Operation Asur બાદ વડોદરા ગ્રામ્ય LCB નો સપાટો, "પુષ્પા" સ્ટાઇલ દારૂની હેરાફેરી નાકામ