Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : Gujarat First ના અહેવાલ બાદ અંજના હોસ્પિટલ સામે તપાસ શરૂ

VADODARA : Gujarat Fiist ના ધારદાર અહેવાલ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે
vadodara   gujarat first ના અહેવાલ બાદ અંજના હોસ્પિટલ સામે તપાસ શરૂ
Advertisement

VADODARA : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સંચાલકોએ પૈસા કમાવવા માટે ખોટો રસ્તો પસંદ કર્યો હતો. જેમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેવી જ રીતે વડોદરાની અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) દ્વારા પૈસા કમાવવા માટે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડયામાં વાયરલ થતા Gujarat First દ્વારા ધારદાર રીતે અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેનો પડઘો પડ્યો છે. અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. હાલ વડોદરા પાલિકાની ટીમ અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) માં તપાસ કરવા માટે પહોંચી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. જેને પગલે આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ Gujarat First દ્વારા વડોદરાની અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) ના દર્દીનો વાયરલ વીડીયોમાં મુકવામાં આવેલા આરોપોનો ધારદાર અહેવાલ રજુ કર્યો હતો. જેના પડઘા ગણતરીના સમયમાં જ પડ્યા છે. Gujarat Fiist ના ધારદાર અહેવાલ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) માં આવીને તપાસ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન વડોદરા પાલિકાની ટીમો હોસ્પિટલમાં તપાસ કરવા માટે રવાના થઇ ગઇ છે.

Advertisement

તપાસમાં જે હકીકત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરીશું

આ તકે વડોદરા પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલએ જણાવ્યું કે, દર્દીના વીડિયો અમારા ધ્યાનમાં આવ્યા છે. જે બાદ હોસ્પિટલ સામે તપાસ કરવા માટે એક ટીમ અંજના હોસ્પિટલ (Anjna Hospital & Clinisearch Pvt. Ltd.) પહોંચનાર છે. તપાસમાં જે હકીકત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરીશું. તપાસમાં જે કંઇ સામે આવશે તે અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અંજના હોસ્પિટલ શંકાના ઘેરામાં, "ખ્યાતિ" જેવું કૌભાંડ ખુલી શકે છે

Tags :
Advertisement

.

×