Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ‘દાના’ વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
- બંગાળ ઉપસાગરમાં આજે ટકરાશે ‘દાના’ વાવાઝોડું
- વાવાઝોડા દરમિયાન 70 કિમીની ઝડપે પવન ફૂંકવાની શકયતા
- વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં થશે ‘દાના’ વાવાઝોડાની અસર
Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં ‘દાના’ વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં આજે દાન વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત (North Gujarat) અને દક્ષિણ સૌરાષ્ટ્ર આ વાવાઝોડાની અસર જોવા મળશે. વાવાઝોડાને લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શકયતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી તપમાન રહેશે
‘દાના’ વાવાઝોડાની અસર વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ શકે છે. સરહદના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. હાલ ગુજરાત (Gujarat)માં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે ખેડૂતો માટે સારા સમાચાર છે. આ સાથે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: Gujarat: આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી, ખેડૂતો માટે રાહતના સમાચાર
Subject: Severe Cyclonic storm “DANA” over northwest Bay of Bengal (Cyclone Warning for Odisha and West Bengal coasts: Red Message)
The severe cyclonic storm “DANA” (pronounced as Dana) over northwest & adjoining central Bay of Bengal moved north-northwestwards with a speed of… pic.twitter.com/L2RWoUEhg4
— India Meteorological Department (@Indiametdept) October 24, 2024
નોંધનીય છે કે, ‘દાના’ વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. અત્યારે ગુજરાત (Gujarat)માં અત્યારે વરસાદની કોઈ આગાહી કરી નથી. કારણ કે, આ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખુ રહેવાનું છે.
આ પણ વાંચો: Cyclone Dana આજે રાત્રે ભારે તબાહી મચાવશે, પશ્ચિમ બંગાળમાં અસર શરુ
‘દાના’ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે ‘દાના’ નામનું વાવાઝોડૂં ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, ગુજરાત (Gujarat)માં તેની વધારે અસર રહેવાની નથી. માવઠાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મગફળી, કપાસ અને સોયાબીનનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. જેના કારણે જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આ પણ વાંચો: Cyclone Dana : 500 થી વધુ ટ્રેનો રદ, 10 લાખ લોકો બેઘર; આ રાજ્યોમાં રેડ એલર્ટ


