Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતીઓને લાગ્યો ઝટકો! CNGના ભાવમાં થયો આટલો વધારો

નવા વર્ષના પ્રથમ દિવસે જનતાને એક મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, આજે 1 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત ગેસ કંપનીએ સામાન્ય નાગરિકોને ઝટકો આપતા CNG ના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવાની જાહેરાતી કરી છે.
નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતીઓને લાગ્યો ઝટકો  cngના ભાવમાં થયો આટલો વધારો
Advertisement
  • નવા વર્ષના પ્રથમ દિવસે જ CNG મોંઘો
  • ગુજરાત ગેસના CNGના ભાવમાં વધારો
  • CNGના ભાવમાં રૂ.1.50નો વધારો કર્યો
  • CNGનો નવો ભાવ વધીને રૂ.77.76

CNG Price Hike : નવા વર્ષના પ્રથમ દિવસે જનતાને એક મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, આજે 1 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત ગેસ કંપનીએ સામાન્ય નાગરિકોને ઝટકો આપતા CNG ના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવાની જાહેરાતી કરી છે. આ નવી કીમત 79.26 રૂપિયા પ્રતિ કિલો રહેશે. આ ભાવ વધારાની જાહેરાત સાથે જ CNG વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

નવા વર્ષે CNGના ભાવમાં વધારો

આ ભાવવધારાનો અમલ આજે, 1 જાન્યુઆરીથી થયો છે. આ અગાઉ, 6 મહિનામાં CNGના ભાવમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો હતો. પહેલા, 1 જુલાઈ 2024 ના રોજ 1 રૂપિયો, ત્યારબાદ 1 ઓગસ્ટ 2024 થી 1 રૂપિયો અને 1 ડિસેમ્બર 2024 થી 1.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે, માત્ર 6 મહિનામાં CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.

Advertisement

Advertisement

આર્થિક ભારણ CNG વાહનચાલકો પર વધશે

CNGના ભાવમાં આ વધારા પછી, રોજનો અંદાજે 4.50 લાખ રૂપિયાનું આર્થિક ભારણ CNG વાહનચાલકો પર વધશે. આ ભાવવધારાના કારણે, ગુજરાતના ખાસ કરીને રિક્ષા, કાર અને અન્ય વાહનોના માલિકોને વધુ ખર્ચ થવાનો છે. સુરતમાં અંદાજે 1.5 લાખ CNG વાહનો ચાલે છે, અને રોજનો લગભગ 3 લાખ કિલો CNGનો ઉપયોગ થાય છે.

CNG વાહનચાલકોની ચિંતાઓ

ગુજરાત ગેસના CNG પંપનો ઉપયોગ કરતા વાહનચાલકોએ જણાવ્યું હતું કે, CNG ના ભાવમાં છેલ્લા 6 મહિના દરમિયાન ત્રણ વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. જો આ પ્રકારનો ભાવવધારો ચાલુ રહેશે, તો મોટા પ્રમાણમાં વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલના વાહનો તરફ વળશે, જેની સીધી અસર પર્યાવરણ પર પડશે. CNGના વાહનો વધવા સાથે પ્રદૂષણમાં ઘટાડો થતો હતો, પરંતુ હવે જો CNG માં આ જ રીતે ભાવમાં સતત વધારો થશે તો તે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવશે.

આ પણ વાંચો:  CNG Gas Price Hike:ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં કર્યો તગડો વધારો

Tags :
Advertisement

.

×