Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : ટેકનોલોજીના ઉપયોગથી છેવાડાના નાગરિકને જરુરી મહેસૂલી સેવાઓ ત્વરિત અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સરકારની હરણફાળ

Gujarat રાજયના છેવાડાના નાગરિકને મળતી મહેસૂલી સેવાઓની સમીક્ષા, મહેસૂલી વહીવટને વધુ પારદર્શી અને લોકાભિમુખ બનાવવા માટે તેમજ મહેસૂલી તંત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે રાજયના કલેકટરશ્રીઓની કોન્ફરન્સ એન.ડી.ડી.બી.(NDDB), આણંદ ખાતે યોજાયેલ હતી
gujarat   ટેકનોલોજીના ઉપયોગથી છેવાડાના નાગરિકને જરુરી મહેસૂલી સેવાઓ ત્વરિત અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સરકારની હરણફાળ
Advertisement

Gujarat રાજયના છેવાડાના નાગરિકને મળતી મહેસૂલી સેવાઓની સમીક્ષા, મહેસૂલી વહીવટને વધુ પારદર્શી અને લોકાભિમુખ બનાવવા માટે તેમજ મહેસૂલી તંત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે રાજયના કલેકટરશ્રીઓની કોન્ફરન્સ એન.ડી.ડી.બી.(NDDB), આણંદ ખાતે યોજાયેલ હતી જેમાં અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ ડૉ. જયંતિ એસ. રવિ, મહેસુલી તપાસણી કમિશ્નરશ્રી રાજેશ માંજુ, રાહત કમિશ્નર આલોક પાંડે, ઇન્સ્પેકટર જનરલ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન અને સેટલમેંટ કમિશ્નર અને જમીન દફતર નિયામક શ્રી બીજલ શાહ સહિત રાજયના તમામ કલેકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધિક મુખ્ય સચિવશ્રી(Additional Chief Secretary) ડૉ. જયંતિ રવિએ મહેસૂલી કામગીરીનો રીવ્યુ લીધો હતો જેમાં કલેકટરશ્રીઓ વિવિધ કામગીરીની તેમજ રાજયના નાગરિકોના વિવિધ મહેસૂલી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.

Advertisement

અરજીઓનો સમયમર્યાદામાં અને ઝડપી નિકાલ ઉપર ભાર મૂકાયો

Advertisement

ડૉ. જયંતિ રવિએ iORAના માધ્યમથી પ્રોસેસ કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં અને ઝડપી નિકાલ ઉપર ભાર મૂક્યો હતો અને સમગ્ર પ્રક્રિયામાં અરજીઓ દફતરે કરવાની કામગીરીની સમીક્ષા કરી અરજીઓ દફતરે થવાનું પ્રમાણ ઓછું થાય અને અરજદારોને ઓનલાઇન માધ્યમથી સેવાઓ ત્વરિત મળી રહે તેના ઉપર ભાર મૂક્યો હતો. તેઓએ ખેડૂત ખરાઇના કેસોની સમીક્ષા કરીને ખેડૂત ખરાઇ પ્રમાણપત્રો ઝડપથી મળી રહે તે અંગે પણ નિર્દેશ કર્યા હતા. આ ઉપરાંત, વિભાગના તકેદારી કેસો, એમ.એલ.એ. એમ.પી. રેફરન્સ, પી.જી. પોર્ટલ કેસો, ઓડિટ પારાની સંખ્યાનો રીવ્યુ કરી આ કેસોનો વીડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી નિયમિત રીવ્યુ કરીને તેમાં ઘટાડો કરવાની સુચના આપી હતી.

મહેસૂલી તંત્ર(Revenue Dept.)ના હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના કેસોની સમીક્ષા કરીને I.I.L.M.S. પોર્ટલ મારફત કોર્ટ કેસોના મોનિટરિંગ અને સમયસર નિકાલના વ્યવસ્થાતંત્રને સુદ્રઢ બનાવવા માર્ગદર્શન પુરું પાડ્યુ હતું. તેમજ મહેસૂલી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા મહેસૂલી કેસોની I.R.C.M.S. પોર્ટલ ઉપર મેપિંગ કરીને આ કેસોનું દૈનિક ધોરણે મોનિટરિંગ થાય અને ન્યાયનિર્ણયની પ્રક્રિયા ઝડપી બને તે માટેના સુચનો મેળવ્યા હતા.

કર્મચારીઓના સ્કીલ અપગ્રેડેશન અને કેપેસિટી બિલ્ડિંગ માટે DISRA તાલીમ

મહેસૂલી કર્મચારીઓના સ્કીલ અપગ્રેડેશન અને કેપેસિટી બિલ્ડિંગ માટે DISRA તાલીમ દ્વારા મહેસૂલી કર્મચારી / અધિકારીઓની નિયમિત તાલીમ, લાયસન્સી સર્વેયરોની નિમણુકની કામગીરીનો પણ અધિક મુખ્ય સચિવશ્રીએ રીવ્યુ લીધો હતો તેમજ સ્રેટલમેન્ટ કમિશ્નર દ્વારા SVAMITVA યોજનાની પ્રગતિ અને અને રી-સર્વે વાંધા નિકાલની કામગીરી માટેની ટેબલ-ટોપ એક્સરસાઇઝની પણ તેઓએ સમીક્ષા કરી હતી. ડૉ. જયંતિ રવિએ મહેસૂલી તપાસણી કમિશ્નરશ્રીની કચેરી દ્વારા થતાં ઇન્સ્પેકશન દરમિયાન ઉપસ્થિત થયેલ પારાની સમીક્ષા કરીને જિલ્લાતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂકીને પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવા નિર્દેશ કર્યો હતો. ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ સ્કોર મેટ્રિક્સની પણ સમીક્ષા કરી હતી.

સુચનાઓના ઝડપી અમલીકરણ અંગે પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા-વિચારણા કરાઇ

હીટવેવ તેમજ પ્રી-મૂનસૂન કામગીરી સંદર્ભે આગોતરી તૈયારી અને બચાવ માટે રાહત કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ એકશન પ્લાનનો રીવ્યુ કરીને રાજયના નાગરિકો હીટવેવ જરુરી સુરક્ષા-સાવચેતી જાળવે તે માટે પણ અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ દ્વારા કલેકટરશ્રીઓને જરુરી સુચનાઓ આપવામાં આવી હતી. રાજય સરકારના સંપાદન હેઠળના અગત્યના પ્રોજેકટસ, સબ રજિસ્ટ્રાર કચેરીઓના ચાલુ બાંધકામ વગેરે કામગીરીનો રીવ્યુ કરીને કલેકટરશ્રીઓને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી અને મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન વહીવટને લગતા સુધારાના પરિપત્રો અને હુકમો અંગે કોન્ફરન્સના અંતે ‘ઓપન સેશન’માં કલેકટરશ્રીઓ સાથે વન-ટૂ-વન સીધો સંવાદ કરીને આ સુચનાઓના ઝડપી અમલીકરણ અંગે પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી તેમજ સરકારી પડતર જમીનોની માગણીઓ અંગે પણ કલેકટરશ્રીઓ પાસેથી સુચનો અને વિગતો મેળવવામાં આવેલ હતી.

મહેસૂલી તંત્રની કામગીરીમાં પારદર્શિતા, જવાબદેહી અને ઝડપ આવે તેમજ Iora જેવા વિવિધ ઓનલાઇન પોર્ટલ થકી ટેકનોલોજીના ઉપયોગથી રાજયના છેવાડાના નાગરિકને જરુરી મહેસૂલી સેવાઓ ત્વરિત અને સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં, આ રીતે નિયમિતપણે યોજાતી કલેકટર કોન્ફરન્સ, એક અગત્યનું ગેમ-ચેન્જિંગ પરિબળ બની રહેલ છે તેમ અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું.

અહેવાલ : કનુ જાની

Tags :
Advertisement

.

×