Gujarat: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું, ઠંડી વધવાની શક્યતા
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે
- આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાન ઘટતા
- અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 નોંધાયું
Gujarat: અમદાવાદઃ ગુજરાતમાં હવે હવામાન બદલાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે તેવી સંભાવનાઓ છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 નોંધાયું છે.
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલના આંતકે હદ વટાવી! કરતૂત CCTVમાં થઈ કેદ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું
નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગુજરાતના કાશ્મીર તરીકે જાણીતા નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અહીં નલિયામાં સૌથી વધારે ઠંડી પડવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ તાપમાન ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના રાજધાની ગાંધીનગરની વાત કરવામાં આવે તો, અહીં 17.8 તાપમાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: નશાના કારોબારનો પર્દાફાશ! 1.23 કિલો MD ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપીની ધરપકડ
આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાન ઘટતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. આ સાથે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી આગામી સમયમાં હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી શકે તેવી શક્યતાઓ છે. આપ પણ ડિસેમ્બર મહિનો શરૂ થવાની તૈયારી છે છતાં પણ હજી ઠંડોન એવો ચમકારો અનુભવાયો નથી. પરંતુ આગામી થોડા દિવસોમાં હવામાન ઠંડુ થાય તેવી સંભાવનાઓ છે.
આ પણ વાંચો: Rajkot રેલવે તંત્રના પાપે દિવ્યાંગો પરેશાન, હાસ્ય કલાકારે વીડિયો વાયરલ કરી વ્યક્ત કર્યો રોષ


