ગુજરાતમાં ચોમાસાનું બીજું રાઉન્ડ થશે શરૂ, આગામી 3 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે!
- ગુજરાતમાં આગામી 3 દિવસ Heavy Rain ની આગાહી
- રાજ્યમાં રેડ, ઓરેન્જ, યલો એલર્ટ જાહેર
- 4 વરસાદી સિસ્ટમ સક્રિય : રાજ્યના અનેક ભાગોમાં ધોધમાર વરસાદની સંભાવના
- ચોમાસાનું બીજું રાઉન્ડ શરૂ: કયા જિલ્લામાં કેટલી અસર?
Heavy Rain in Gujarat : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) ની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી 4 વરસાદી સિસ્ટમોને કારણે આ વરસાદનું જોર વધશે. તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: કયા જિલ્લા પર કેટલી અસર?
હવામાન વિભાગની આગાહી મુજબ, 7 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ માટે જુદા જુદા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયા છે.
- રેડ એલર્ટ: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેને કારણે અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ રેડ એલર્ટ જાહેર થયું છે.
- ઓરેન્જ એલર્ટ: મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રના બોટાદ સહિત અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ જિલ્લાઓમાં લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ યાદીમાં પાટણ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મોરબી અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.
- યલો એલર્ટ: રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે.
VIDEO | The India Meteorological Department has issued red, orange, and yellow alerts across Gujarat for the next few days, warning of heavy to extremely heavy rainfall. The intensity is expected to peak on September 7th, before gradually easing thereafter.
(Full video available… pic.twitter.com/qywNgZTXTT
— Press Trust of India (@PTI_News) September 5, 2025
ચોમાસાની 4 સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
Heavy Rain ની સંભાવનાને લઇ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા અને તંત્રની તૈયારી
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને કારણે ત્યાંની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને નદી-નાળા કે પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ


