Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ગેનીબેન ઠાકોર અચાનક અમિત શાહની મુલાકાતે, જાણો શું હતું કારણ...

સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ગૃહમંત્રી સાથે મુલાકાત ગૃહમંત્રીને બોર્ડર એરીયાની ગ્રાન્ટ શરૂ કરવા કરી રજૂઆત બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ શરૂ કરવા રજૂઆત Gujarat: ગુજરાતમાં ભાજપને ક્લિનસ્વીપ કરતા બનાસકાંઠાએ રોક્યું હતું. આ બેઠક પર કોંગ્રેસે સ્થાનિક નેતા અને...
gujarat  ગેનીબેન ઠાકોર અચાનક અમિત શાહની મુલાકાતે  જાણો શું હતું કારણ
Advertisement
  1. સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ગૃહમંત્રી સાથે મુલાકાત
  2. ગૃહમંત્રીને બોર્ડર એરીયાની ગ્રાન્ટ શરૂ કરવા કરી રજૂઆત
  3. બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ શરૂ કરવા રજૂઆત

Gujarat: ગુજરાતમાં ભાજપને ક્લિનસ્વીપ કરતા બનાસકાંઠાએ રોક્યું હતું. આ બેઠક પર કોંગ્રેસે સ્થાનિક નેતા અને સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. આ બેઠક પર તેમનો વિજય પણ થયો હતો. નોંધનીય છે કે, ગેનીબેન પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો: Gujarat: RTO ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી! ટુર ઓપરેટરે કહ્યું...

Advertisement

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મુલાકાતનું કારણ આવ્યું સામે

આખરે શા માટે ગેનીબેને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી તેની જાણકારી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે આ મુલાકાત દરિયાન ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રીને બોર્ડર એરીયાની ગ્રાન્ટ શરૂ કરવારજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ શરૂ કરવા રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, BADPની ગ્રાન્ટ ફાળવવાનું 2020 થી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી ફરી એ ગ્રાન્ટ ફાળવવા માટે ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી અમિત શાહને રજૂઆત કરી છે.

આ પણ વાંચો: IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

BADPની ગ્રાન્ટ ફાળવવા માટે ગેની

આ સાથે નવા ગામ ‘બોર્ડર એરિયામાં’ સમાવેશ થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ‘સંસદ ભવન’માં દેશના ગૃહ મંત્રી માનનીય અમિત શાહ સાહેબને મળીને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા ‘બનાસકાંઠા,કચ્છ અને પાટણ’ આ ત્રણ જિલ્લાના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત BADP ની ‘બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી તે 2020 થી બંધ કરવામાં આવેલ છે, તો ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ ‘બોર્ડર એરિયામાં’ સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Rajkot: રાજકોટમાં ઓપરેશન લોટસ! કોંગ્રેસના હાથમાંથી જશે તાલુકા પંચાયત?

Tags :
Advertisement

.

×