આવતીકાલે PM મોદી ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં જનસભા ગજવશે!
- વડાપ્રધાન(PM Modi)ના આગમન પહેલાની તૈયારી
- સ્થાનિકોમાં જોવા મળ્યો ઉમંગ
- વારલી પેઈન્ટિંગમાં પ્રકૃતિના દર્શન!
- પરંપરાગત રીતે આમંત્રણ આપ્યું
- સાંસદ આમંત્રણ આપવા પહોંચ્યા
- ભારત માતા કી જયના લાગ્યા નારા
PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત (Gujarat)ના નર્મદા જીલ્લામાં આવી રહ્યા છે. આ વખતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા (chaitar vasava)ના ગઢ ગણતાં ડેડિયાપાડા (Dediapada)ના પ્રવાશે છે. તેઓ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળનું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે પહોંચવાના છે.
સુરતથી ડેડિયાપાડા હેલિકોપ્ટર દ્વારા પહોંચશે![PM MODI_Gujrat_first]()
દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ નર્મદા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન સુરતથી 8.39 વાગ્યે ડેડિયાપાડામાં પહોંચશે. બાદમાં પ્રવાસની શરૂઆત ડેડિયાપાડાના 30 કિમી દૂર દેવમોગરા ગામમાં આવેલા પ્રાચીન દેવમોગરા માતા મંદિરમાં દર્શનથી થશે. આ મંદિર આદિવાસી દેવીનું મહત્વપૂર્ણ સ્થાન છે. જે બાદ ડેડીયાપાડા ખાતે બનાવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાઅંજલી અર્પણ કરશે. ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. હાલ તમામ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીમાં સહભાગી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 નવેમ્બરે દેશભરમાં ‘આદિવાસી ગૌરવ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાનના આગમને લઈ સ્થાનિકોમાં ઉત્સાહ![PM MODI Gujarat first]()
વડાપ્રધાનના આગમનને લઈ ભાજપ નેતાઓ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. વડાપ્રધાન વારલી પેઈન્ટિંગમાં પ્રકૃતિના દર્શન કરશે. આ વારલી પેઈન્ટિંગમાં વાર તહેવારોનું વર્ણન કરાયું છે. વારલી પેઈન્ટિંગમાં આદિવાસી સમાજના જીવનનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન પહેલા આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી છે તો મુમકીન છે જેવા નારા ગૂંજ્યા હતા. સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે દેડિયાપાડા માટે આ ઐતિહાસિક ક્ષણ છે,કારણ કે પ્રધાનમંત્રીનો આગમન આ વિસ્તારના વિકાસને નવી દિશા આપશે. સાથે ઢોલ નગારા મંજીરા સાથે ગામ માં નેતાઓ આમંત્રણ આપતા ગામલોકો ને પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ દેશના પ્રથમ વડા પ્રધાન Pandit Jawaharlal Nehru ની આજે છે જન્મ જયંતિ


