Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet : દિલીપ સંઘાણી સાથે EXCLUSIVE સંવાદ, કહ્યું- જયેશ રાદડિયાને તક આપી હોત તો..!

ગુજરાત રાજ્ય સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથે ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ. દરમિયાન, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ આ મંત્રીમંડળ વિસ્તરણ પર પોતાની પ્રતિક્રિયા આપી હીત. જયેશ રાદડિયાને નવા મંત્રીમંડળમાં તક ન મળતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું થયું હોત. જયેશ રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા નેતા છે.
gujarat new cabinet   દિલીપ સંઘાણી સાથે exclusive સંવાદ  કહ્યું  જયેશ રાદડિયાને તક આપી હોત તો
Advertisement
  1. મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથે EXCLUSIVE સંવાદ (Gujarat New Cabinet)
  2. ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મંત્રીમંડળ વિસ્તરણ પર પ્રતિક્રિયા આપી
  3. જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત : દિલીપ સંઘાણી
  4. રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા : દિલીપ સંઘાણી

Gujarat New Cabinet : ગુજરાત રાજ્ય સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી (Dileepbhai Sanghani) સાથે ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ. દરમિયાન, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ આ મંત્રીમંડળ વિસ્તરણ પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, જયેશ રાદડિયાને (Jayesh Radadiya) તક આપી હોત તો સારું થયું હોત. જયેશ રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા નેતા છે. જો કે, આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મંત્રીમંડળમાં અમરેલી દેખાયું તે આવકાર્ય છે.

આ પણ વાંચો - Diwali 2025 : દિવાળી પૂર્વે દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને લેવાયો ઐતિસાહિક નિર્ણય!

Advertisement

Gujarat New Cabinet અંગે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા

ગઈકાલે ગુજરાત રાજ્ય સરકાર મંત્રીમંડળનાં વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 6 મંત્રીને રિપીટ કરાયા હતા જ્યારે 19 નવા ચહેરા સામેલ થયા છે. ગુજરાત મંત્રીમંડળનાં વિસ્તરણ (Gujarat New Cabinet) બાદ ગુજરાત ફર્સ્ટ સાથે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ EXCLUSIVE સંવાદ કર્યો હતો, જેમાં તેમણે મંત્રીમંડળને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી. દિલીપ સંઘાણીએ (Dileepbhai Sanghani) જયેશ રાદડિયાને નવા મંત્રીમંડળમાં તક ન મળતા દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત. જયેશ રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મંત્રીમંડળમાં અમરેલી (Amreli) દેખાયું તે આવકાર્ય છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : મંત્રી બન્યા બાદ ડો. મનીષાબેન વકીલ પહેલી વખત પાર્ટી કાર્યાલય પહોંચ્યા, જાણો શું કહ્યું

જયેશ રાદડિયાને નવા મંત્રીમંડળમાં તક ન મળતા દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેનાં સંવાદમાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ કહ્યું કે, અગાઉ પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને મારા સહિત મંત્રીમંડળમાં હતા. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) સહિત તમામ મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ રાજ્યમાં કૃષિમાં મહત્ત્વનાં ફેરફારની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થતાં નવા મંત્રી મળ્યા છે. રિવાબા જાડેજા (Rivaba Jadeja), મનીષા વકીલ, જિતુ વાઘાણી (Jitu Vaghani), નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા સહિતનાં 19 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

આ પણ વાંચો - Kanti Amrutiya : 'કાના ભાઇ' કાંતિ અમૃતિયા બન્યા રાજ્ય સરકારમાં મંત્રી

Tags :
Advertisement

.

×