Gujarat Police : ગ્રામ્ય સ્તરે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, 'ઓપરેશન સિંદૂર' સમયે પોલીસ સાથે સંકલન સરળ બન્યું
- ગ્રામ્ય સ્તરે પોલીસ દ્વારા Whatsapp ગ્રૂપ બનાવવામાં આવ્યા (Gujarat Police)
- નાના-નાના ગામનાં સરપંચો અને સ્થાનિક સાથે સંવાદ સરળ બન્યો
- સ્થાનિક સ્તરે બનતી ઘટનાની જાણકારી ઝડપી પોલીસને મળવા લાગી
- 150 જેટલા સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો
Ahmedabad : ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા પોલીસ અને લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે, પોલીસને માહિતી યોગ્ય રીતે અને સમયસર મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની નાની-મોટી ઘટનાની જાણકારી પોલીસને સમયસર મળે તે માટે પોલીસ દ્વારા Whatsapp ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. નાના-નાના ગામનાં સરપંચો અને સ્થાનિક પોલીસનાં whatsapp ગ્રૂપની મદદથી સંકલન થઈ રહ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રાજ્યનાં પોલીસ વડાએ આ અંગે જાણકારી આપી.
સ્થાનિક સ્તરે બનતી ઘટનાની જાણકારી Gujarat Police ને ઝડપી મળવા લાગી
રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) જણાવ્યું કે, પાછલા કેટલાક દિવસોથી ગ્રામ્ય સ્તરે પોલીસ સ્ટેશન અને જે તે ગામનાં સરપંચોનું whatsapp ગ્રૂપ બનાવવામાં આવ્યું, જેના સારા પરિણામ મળ્યા છે. સ્થાનિક સ્તરે બનતી ઘટનાની જાણકારી ઝડપી પોલીસને મળવા લાગી રહી છે, જેના કારણે જે તે પરિસ્થિતિ પર નજર રાખવી પોલીસ માટે અનુકૂળ બની રહ્યું છે. પોલીસની કામગીરી વધુ અસરકારક બની છે. ખાસ કરીને બોર્ડર જિલ્લાઓમાં 'ઓપરેશન સિંદૂર' () દરમિયાન આ વોટ્સએપ ગ્રૂપ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. પોલીસ પાસે પણ મર્યાદિત મહેકમ હોવાનાં કારણે તમામ જગ્યાએ પહોંચી વળવું શક્ય નથી,જેથી ગ્રામજનો જો પોલીસને મદદ કરે તો તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો - Junagadh : નશામાં ધૂત કારચાલકે અનેક વાહન-લોકોને અડફેટે લીધા! 10 કિમી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપ્યો
ગામડાઓમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા મદદ મળી
રાજ્યમાં નાના ગામડાઓમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને પોલીસની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતનાં વિવિધ જિલ્લામાં સ્થાનિક સ્તરે પોલીસ અને સરપંચો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ મકરબા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાણંદ અને બોપલ પોલીસ સ્ટેશન (Sanand and Bopal Police Station) હદ વિસ્તારમાં આવતા 150 જેટલા સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરવા આવેલા રાજ્યનાં પોલીસવડાએ સરપંચોને પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ બહેતર બનાવવા માટે વિનંતી કરી.
આ પણ વાંચો - Gujarat Police એ નિવૃત્ત પોલીસ અધિકારીઓને રક્ષાબંધનના તહેવારમાં સરપ્રાઈઝ આપી
લોકોને જાગૃત કરવા 150 જેટલા સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજાયો
ઉપરાંત, ડ્રગ્સના દુષણ અને સાઇબર ફ્રોડથી (Cyber Fraud) બચવા માટે પણ જો ગ્રામ્ય સ્તરે લોકોને જાગૃત કરવામાં સરપંચ અથવા તો ગામનાં આગેવાનો મદદરૂપ સાબિત થાય તો તેના પર નિયંત્રણ મેળવી શકાય છે. સરપંચો દ્વારા પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રાજ્યના પોલીસવડાને કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યા, જેમાં ગ્રામ પંચાયત દુધ મંડળી અથવા તો જાહેર સ્થાનો કે જ્યાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળો પર પોલીસનાં નંબરનો ઉલ્લેખ કરવા માટે સૂચન કરવામાં આવ્યું.
અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ
આ પણ વાંચો - Vadodara : તિરંગા યાત્રાને લઇને તંત્રએ કમર કસી, 50 હજાર લોકોને જોડવાનું આયોજન


