Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Politics : અમિત ચાવડા, ઉમેશ મકવાણા, રેશમા પટેલ, મંત્રી ઋષિકેશ પટેલેની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?

અડધો કલાક સુધી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની (Gopal Italia) રાહ જોઈ કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરી મોરબી પરત ફર્યા હતા.
gujarat politics   અમિત ચાવડા  ઉમેશ મકવાણા  રેશમા પટેલ  મંત્રી ઋષિકેશ પટેલેની પ્રતિક્રિયા  જાણો કોણે શું કહ્યું
Advertisement
  1. મોરબીમાં પડકારની રાજનીતિ વચ્ચે ગાંધીનગરમાં રાજકીય ડ્રામા (Gujarat Politics)
  2. એકબીજાને ચેલેન્જ આપ્યા બાદ આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા
  3. લગભગ 70 જેટલી કારનાં કાફલા સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું!
  4. ગોપાલ ઇટાલિયા ન આવતા કાંતિ અમૃતિયા મોરબી પરત ફર્યા
  5. રાજીનામાની રાજનીતિ અંગે અમિત ચાવડા, ઉમેશ મકવાણાનું નિવેદન
  6. AAP ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ, મંત્રી ઋષિકેશ પટેલે પણ આપી પ્રતિક્રિયા

Gujarat Politics : મોરબીમાં પડકારની રાજનીતિ વચ્ચે આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. રાજીનામું આપવાની વાતો વચ્ચે મોરબીનાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kantilal Amrutiya) લગભગ 70 જેટલી કારનાં કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે, અડધો કલાક સુધી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની (Gopal Italia) રાહ જોઈ કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરી મોરબી પરત ફર્યા હતા. રાજીનામું આપવાના રાજકીય ડ્રામા અંગે વિવિધ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

પબ્લિસિટી મેળવવા માટે આવા નાટકો કરવામાં આવ્યા છે : અમિત ચાવડા

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને AAP નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા એકબીજાને રાજીનામું ધરી મોરબીમાં (Morbi) ફરી ચૂંટણી લડવાની ચેલેન્જ આપ્યા બાદ રાજ્યમાં ચર્ચાઓનો માહોલ (Gujarat Politics) જામ્યો હતો. જ્યારે, આજે ગાંધીનગરમાં સર્જાયેલ રાજકીય ડ્રામા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પ્રજાનાં પ્રતિનિધિ મુદ્દા ભટકાવવા માટે ડ્રામા કરી રહ્યા છે. ધારાસભ્યોએ પોતાનાં વિસ્તારના પ્રશ્નો મુદ્દે લડવું જોઈએ. પ્રજાએ ધારાસભ્યોને પોતાના કામ કરાવવા 5 વર્ષનું મેન્ડેડ આપ્યું છે. સરકારની નિષ્ફળતા છુપાવવા માટે બંનેએ ભેગા થઈને આવું કર્યું છે. પબ્લિસિટી મેળવવા માટે આવા નાટકો કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ભાજપ અને AAP પાર્ટી નાટક કરી રહી છે : ઉમેશ મકવાણા

બોટાદનાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) કહ્યું કે, ભાજપ અને AAP પાર્ટી નાટક કરી રહી છે. લોકોનાં મુદ્દા ભટકાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ આપું છું, બોટાદનું કામ આપ જોઈ આવો. ગોપાલભાઈમાં તેવડ હોય તો બોટાદનાં કામ સાથે કમ્પેરિઝન કરી બતાવે. લોકોએ બંન્નેને વિશ્વાસ કરીને ચૂંટ્યા છે તો કામની રાજનીતિ કરો.

આ પણ વાંચો - Gujarat Politics: ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામુ આપ્યા વગર રવાના

કાંતિ અમૃતિયાના સ્ટંટ પાછળ ભાજપનું મોટુ ષડયંત્રઃ રેશમા પટેલ

રાજીનામાની રાજનીતિ અંગે AAP નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલનું (Reshma Patel) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના ઘારાસભ્ય જનતા માટે એક શબ્દ બોલતા નથી. ભાજપના ધારાસભ્યો પક્ષને પૂછ્યા વિના પાણી પણ પીતા નથી. રેશમા પટેલે ગંભીર આરોપ લગાવી કહ્યું કે, કાંતિ અમૃતિયાના સ્ટંટ પાછળ ભાજપનું મોટુ ષડયંત્ર છે. પક્ષની પરવાનગી વગર આવા નાટક કરી જ ન શકે. સમાજમાં ભાગલા પડાવવાનું ભાજપનું આ ષડયંત્ર છે.

આ પણ વાંચો - Rajkot LokMela : જામનગર, પોરબંદરમાં મંજૂરી મળે તો રાજકોટનાં મેળાને કેમ નહીં? : પરશોત્તમ રૂપાલા

આ ચેલેન્જની નહીં પણ વિકાસની રાજનીતિ છે : ઋષિકેશ પટેલ

જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ ચેલેન્જની રાજનીતિ નહીં પણ વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશે જોયો છે. જો કે, ધારાસભ્ય કાંતિ અમૃતિયાને સલાહ આપવાનાં મુદ્દે ઋષિકેશ પટેલે મૌન સેવ્યું હતું.

આ પણ વાંચો - Chaitar Vasava : "ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો લઈશ", ડેડિયાપાડા તા.પં. પ્રમુખનો પત્ર વાઇરલ!

Tags :
Advertisement

.

×