Somnath : ગુ. પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં મંત્રી Jaybhai Shah એ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં લગ્ન વિધિ સંપન્ન કરી
- વડાપ્રધાન મોદીના આહ્વાનને સાર્થક કરતા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી Jaybhai Shah
- ધાર્મિક અને ઐતિહાસિક યાત્રાધામને લગ્ન પ્રસંગનું શુભ સ્થળ બનાવીને પવિત્ર પ્રસંગનું સ્થળ બનાવ્યું
- પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં લગ્ન વિધિ સંપન્ન કરીને સમાજને નવી રાહ ચિંઘનારા પ્રસંગની ઉજવણી કરતા જયભાઈ શાહ
- ખર્ચાળ વેડિંગ ડેસ્ટિનેશનને બદલે ડિવાઈન ડેસ્ટિનેશન પર વિવાહનું આયોજન કર્યું
- મંત્રી જયભાઈ શાહે પોતાના લગ્નની ઉજવણી સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં કરી
Gir Somnath : પ્રદેશ યુવા મોરચાનાં મંત્રી જયભાઈ શાહે (Jaybhai Shah) પોતાના લગ્ન પ્રસંગનું આયોજન પવિત્ર સ્થળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં (Somnath Mahadev) સાનિધ્યમાં ટ્રસ્ટનાં સાગર દર્શન ખાતે કરી વડાપ્રધાન મોદીએ (PM Modi) કરેલ આહ્વાન “આપણી માન્યતા મુજબ ઇશ્વર જ જોડી બનાવી મોકલે છે તો ડેસ્ટિનેશન મેરેજને બદલે ધાર્મિક આસ્થા કેન્દ્રો ઈશ્વરનાં સાનિધ્યમાં જ લગ્ન સ્થળ કેમ ન બની શકે ?” ને ચરિતાર્થ કરી સમાજને એક નવી રાહ ચિંધી છે.
સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર મંદિરના પ્રાંગણમાં વિવાહનું આયોજન
ચોટીલાનાં વતની અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી જયભાઈ શાહના (Jaybhai Shah) લગ્ન તારીખ 25 નવેમ્બર, મંગળવારનાં રોજ સંપન્ન થયા. આ આહ્વાનને ચરિતાર્થ કરી જયભાઈ શાહે પોતાના વિવાહ સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર મંદિરના પ્રાંગણમાં સાગર દર્શન ખાતે પરિવાર અને સીમિત શુભેચ્છકોની હાજરીમાં સંપન્ન કર્યો. આજકાલ જ્યારે ડેસ્ટિનેશન મેરેજ-બેફામ ખર્ચ, બિનજરૂરી વ્યવસ્થા ઊભી કરી લગ્નને યાદગાર બનાવવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે ત્યારે આ ધાર્મિક સ્થળ પર ઉજવાયેલા લગ્ન સમાજને નવી રાહ ચીંધનાર બની રહેશે.
ભવ્ય ભોજન-સમારંભને બદલે Jaybhai Shah લગ્નને “સેવા દિવસ” તરીકે ઉજવ્યા
આ નવી સામાજિક પહેલ કરનાર વર-વધુ આર્થિક રીતે સક્ષમ હોય અને ધારે તો પોતાના મેરેજ કોઈ પણ ભવ્ય રિસોર્ટ, ફાઈલ સ્ટોર હોટલ્સ, ભવ્ય પાર્ટી પ્લોટ, પેલેસમાં કરી શક્યા હોત, પણ જયભાઈ શાહ જેઓ જાહેર જીવનમાં વર્ષોથી સન્માનીય પદ ઘરાવે છે અને તેમના વાઈફ ડોક્ટર રચના જેઓ MS સર્જન ડોક્ટર છે તેઓએ સંયુક્ત રીતે સદાશિવનાં ચરણોમાં જ લગ્નગ્રંથીથી જોડાવું તેવા શુભ સંકલ્પને બન્ને પક્ષોએ ભારતીય સંસ્કૃતિનાં પવિત્ર ભાવથી સ્વીકાર્યા અને રાજકોટ-ચોટીલાથી (Rajkot-Chotila) વર-વેવાઈ પક્ષો, પરિવારો ખાસ સોમનાથ આવ્યા. આ લગ્નને ફક્ત વૈયક્તિક ઉત્સવ ન બનાવતાં સમાજ માટે સેવા-સંસ્કારનો પર્વ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. ભવ્ય ભોજન-સમારંભને બદલે જય શાહે પોતાના લગ્નને “સેવા દિવસ” તરીકે ઉજવ્યા.
ગૌરીબેન વૃદ્ધાશ્રમમાં વડીલો માટે ભોજન, શાલ ઓઢાડી આશીર્વાદ લીધા
લગ્નના પ્રથમ માંડવાના દિવસે ભવ્ય ભોજન સમારંભને બદલે ચોટીલા ખાતે ગૌરીબેન વૃદ્ધાશ્રમમાં (Gauriben Vrudhashram) વડીલો માટે મિષ્ટાન અને ફરસાણ ભોજન સંભારંભ તથા શાલ ઓઢાડી આશીર્વાદ (લગ્નપ્રસંગ પર ઘરના વડીલોને સાલ ઓઢાડવાનો રીવાજ હોય છે તો વૃદ્ધાશ્રમના વડીલો ને પોતાના વડીલ ની જેમ આશીર્વાદ લીધા) ચોટીલાના અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના બાળકો માટે ભોજન સેવા, ચોટીલા પાંજરાપોળમાં ગૌસેવા રૂપે લીલો ચારો અને ગોળ અર્પણ કરી સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી.
આ પણ વાંચો - PM મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રભુ શ્રી રામ પ્રતિમાનું કર્યું અનાવરણ , સારસ્વત મઠમાં કરી પૂજા
લગ્નને ખર્ચાળ બદલે સેવા, સાદગી, સંસ્કાર સાથે યાદગાર બનાવી શકાય તેવો સંદેશ
ભારતનાં સાંસ્કૃતિક ઇતિહાસ પ્રમાણે માગશર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રીરામ અને જાનકી માતાના વિવાહ સંપન્ન થયા હતા. આ દિવસને વિવાહ પંચમી તરીકે પણ ભારતમાં ઊજવવામાં આવે છે. જયારે, જયભાઈ અને ડો.રચનાનાં વિવાહ પણ આ જ શુભ દિવસે જ સંપન્ન થયા હતા. આ નવી પરંપરા દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો કે લગ્ન જેવા પવિત્ર પ્રસંગોને ફક્ત ખર્ચાળ ઉજવણીને બદલે સેવા, સાદગી અને સંસ્કાર સાથે જોડીને યાદગાર બનાવી શકાય. નવદંપતીએ પ્રભુ સોમનાથ (Somnath) પાસે પ્રાર્થના કરી છે કે આ પ્રયાસ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ, સેવાભાવી અને ધાર્મિક લગ્નોની નવી પરંપરા સ્થપાય.
આ પણ વાંચો - Gajkesari Rajyog 2025: જાન્યુઆરીમાં બની રહ્યો છે શક્તિશાળી ગજકેસરી યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત


