Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ, હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો. તાપીના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
gujarat rain   24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ  હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
Advertisement
  • Gujarat Rain,
  • છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ
  • પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
  • તાપીના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. હાલોલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી વહેતા થતા સ્થાનિકોને હાલાકી અને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. પંચમહાલના વિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં પણ મેઘો મન મુકીને વરસ્યો છે. પાવગઢના ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પગથિયાં ઉપર ઝરણાની જેમ પાણી વહેતા થયા છે. જો કે આટલા વરસાદી પાણીમાં પણ ભક્તોની અડગ શ્રદ્ધા જોવા મળી રહી છે. ભકતો વરસાદના પાણીમાં પલળતા મહાકાળી માતાના દર્શને જઈ રહ્યા છે.

Gujarat Rain Gujarat First-30-08-2025 ++

Advertisement

Gujarat Rain Gujarat First-30-08-2025

Advertisement

Gujarat Rain : તાપીના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલ બાદ તાપીના ડોલવણમાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ ઉપરાંત વાલોડમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ અને વાલોડમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. અમુક સ્થળો પર કેડ સમા પાણી ભરાતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોનું વરસાદી પાણીમાંથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અને રાહત-બચાવના કર્મચારીઓ સતત મથામણ કરીને લોકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે. સુરતના ઉમરપાડામાં 3.5 ઈંચ, નડિયાદમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હિંમતનગરમાં માર્ગો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને હાલાકી

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાવાને લઈ સ્થાનિકો ફસાયા છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે.  ચાર જેટલા મકાનોના રહીશો વરસાદી પાણી વચ્ચે ફસાયા છે. 27 જેટલી સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બેરણાં રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાયા છે. સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટીમાં પાણી ભરાયા છે. ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ 20 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ છે.  સાબરકાંઠાની હરણાવ નદી અને બૂસી વડલી નદી બે કાંઠે થઈ છે. રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે. 25થી વધુ વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા છે.

Gujarat Rain Gujarat First-30-08-2025 +++

Gujarat Rain Gujarat First-30-08-2025

3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર

20 તાલુકામાં 2 થી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 30 તાલુકામાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઈંચથી સામાન્ય વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. આ માહિતી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ Ahmedabad : પ્લેન ક્રેશની ઘટના આધારિત Ganesh પંડાલ તૈયાર કરાયો

વિવિધ ડેમની સ્થિતિ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70-100 ટકા, 25 ડેમ 50-70 ટકા, 20 ડેમ25-50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈએલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

31 ઓગસ્ટ 2025 સુધી દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ

રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા. 01 જૂન 2025 થી અત્યાર સુધી 5311 નાગરિકોનું સ્થળાંતર અને 1005 પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાતના માછીમારોને 31 ઓગસ્ટ 2025 સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચોઃ Banaskanatha : અંબાજી ભાદરવી મહામેળાની તડામાર તૈયારીઓ, ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવાયો

Tags :
Advertisement

.

×