Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસી રહ્યો છે વરસાદ, ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય

સમગ્ર ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. તેમાંય છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદે માઝા મુકી છે. વાંચો વિગતવાર.
gujarat rain   છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસી રહ્યો છે વરસાદ  ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
Advertisement
  • છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદે માઝા મુકી છે
  • સમગ્ર જિલ્લામાં ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
  • છોટાઉદેપુરમાં પાણીની નવી આવકથી ખેડૂતો ખુશખુશાલ

Gujarat Rain : અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી આ જિલ્લાના નદી, નાળા, તળાવો છલકી ઉઠ્યા છે. પાણીની આ આવકથી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે. છોટાઉદેપુરમાં વરસાદ વરસતા વૃક્ષો અને જંગલોમાં એક પ્રકારની તાજગી જોવા મળી રહી છે.

છોટાઉદેપુરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ

સમગ્ર ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ જિલ્લાના નસવાડીમાં 2, છોટાઉદેપુરમાં 1.5, સંખેડામાં 1.5 અને જેતપુર-પાવીમાં 1 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 2 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. છોટાઉદેપુર જેવા કુદરતી સૌંદર્ય ધરાવતા જિલ્લામાં વરસાદની સતત 4 દિવસની બેટિંગથી આખા જિલ્લાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ઠેર ઠેર ઝરણાં જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં ગરમીને બદલે ઠંડક અનુભવાતા નાગરિકોએ રાહતનો દમ લીધો છે. આ જિલ્લાના નદી, નાળા અને તળાવોમાં પાણીની નવી આવક થતાં ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ પડયો

Advertisement

અમદાવાદ-ગાંધીનગર પાણીમાં ગરકાવ

ગુજરાતના મોટાભાગના વિસ્તારો અત્યારે વરસાદી પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં વરસાદની ધમાકેદાર બેટિંગને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ પર્વમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં ઘોડાસર, નારોલ, મણીનગર, વટવા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વહેલી સવારે 1 કલાકના વિરામ બાદ મેઘરાજાની સવારમાં ધમાકેદાર બેટીંગ થઇ છે. જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેમાં લોકોના વાહનો પણ વરસાદી પાણીના કારણે બંધ થઈ રહ્યા છે. લોકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે. પ્રિ મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે મહાનગર પાલિકાની પોલ ખુલી છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે શહેરની વ્યવસ્થાની કમજોરીઓ ઉજાગર કરી દીધી છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદ (Heavy Rain) ના કારણે ગાંધીનગરના સેક્ટર-21 અને 22 ને જોડતો અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. શહેરમાં વિકાસના નામે થયેલા આડેધડ ખોદકામે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ એક જ વરસાદે ગાંધીનગર મહાનગરપાલિકાની મોન્સૂન પૂર્વેની તૈયારીઓની પોલ ખોલી નાખી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, મહાત્મા મંદિર અંડરપાસ પાણીમાં ગરકાવ

Tags :
Advertisement

.

×