Gujarat Rain : આજે 23 મી ઓગસ્ટે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદ ઘમરોળશે
- Gujarat Rain,
- આજે ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ
- હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
- આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 થી 204 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે
Gujarat Rain : આજે 23 મી ઓગસ્ટના રોજ હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યુ છે. આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 થી 204 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ (64 થી 115 મિલીમીટર)ની શક્યતા છે.
અરબી સમુદ્રમાં મોન્સૂન ટ્રફ
અરબી સમુદ્રમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે દરિયામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ કારણે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ (22-26 ઑગસ્ટ) દરિયો ન ખેડવાની સખત સૂચના આપી છે. આ ચેતવણી જાફરાબાદ (Jafrabad) ની તાજેતરની દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને ખાસ મહત્વની છે, જ્યાં 11 માછીમારો લાપતા થયા હતા, અને 3 ના મૃતદેહ મળી આવ્યા છે.
Gujarat Rain Gujarat First-23-08-2025-
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 23 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
28 ઓગસ્ટ સુધી Gujarat Rain ની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સંયુક્ત અસરથી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ (22-28 ઓગસ્ટ) સુધી આ વરસાદ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પૂરનું જોખમ રહેશે. ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને નવસારી જેવા જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના 207 ડેમમાંથી 76 ડેમ હાઈ એલર્ટ પર છે. જેમાં સરદાર સરોવર ડેમ 76%થી વધુ ભરાઈ ચૂક્યો છે.
Gujarat Rain Gujarat First-23-08-2025---
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ગેરકાયદે રેતી ખનન અટકાવવા ગયેલી ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો : ડંપરો છોડાવી ફરાર


