Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
- રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો
- Valsad ના Kaprada માં 7 ઈંચ વરસાદે બધડાટી બોલાવી
- વલસાડના Vapi માં 4 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલસાડના કપરાડા ( Kaprada)માં 7 ઈંચ તેમજ વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા 7 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે. ખેરગામ, માંડવી, ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ગુજરાતના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અડધા ઈંચ જેટલો સામાન્ય વરસાદ અન્ય તાલુકાઓમાં નોંધાયો છે.
કપરાડામાં જળબંબાકાર
વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નાના-મોટા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહનચાલકોના વાહનો ખોટકાઈ ગયા છે. મુસાફરો અને રાહદારીઓને વરસાદી પાણી ભરાઈ જવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કપરડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઈ ગયા છે. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે. હવે આ વરસાદી પાણી ઉતરે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. વલસાડમાં કપરાડા ઉપરાંત વાપીમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Gandhinagar : GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો
24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો
રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલસાડના કપરાડામાં 7 ઈંચ તેમજ વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા 7 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે. ખેરગામ, માંડવી, ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ગુજરાતના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અડધા ઈંચ જેટલો સામાન્ય વરસાદ અન્ય તાલુકાઓમાં નોંધાયો છે. 71 તાલુકામાં હળવાથી ભારે વરસાદથી વાતાવરણનું તાપમાન ઘટી ગયું છે. ભેજનું પ્રમાણ વધ્યું છે. વાદળછાયા વાતાવરણને લીધે તડકાનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 26 મી જુલાઈ, 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?


