Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJARAT : આજથી 2 દિવસ RTO ની કામગીરી ઠપ, પ્રશ્નો નહીં ઉકેલાતા વિરોધ

GUJARAT : આજથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમો થકી પોતાની વાત સરકાર સુધી પહોંચે અને તેનો ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
gujarat   આજથી 2 દિવસ rto ની કામગીરી ઠપ  પ્રશ્નો નહીં ઉકેલાતા વિરોધ
Advertisement

GUJARAT : આજથી બે દિવસ આરટીઓ (RTO STAFF STRIKE - GUJARAT) વિભાગની કામગીરી ઠપ થશે. આરટીઓ વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરો દ્વારા બદલી અને બઢતી સહિતના અનેક મહત્વના પ્રશ્નો નહીં ઉલેકાતા આજે નો લોગ ઇન ડે હેઠળ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જેથી આજે રાજ્યભરમાં જે કોઇ અરજદારો આરટીઓ કચેરીએ જશે, તેમણે વિલા મોંઢે પાછુ ફરવું પડે તો નવાઇ નહીં. આવતી કાલે તમામ માસ સીએલ પર જનાર હોવાનુ હાલ જાણવા મળી રહ્યું છે. જો કે, આ વચ્ચે કેટલીક કામગીરીમાં ખલેલ ના પડે માટે તેને ચાલુ રાખવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આજે તમામ નો લોગ ઇન ડે હેઠળ વિરોધ નોંધાવશે

રાજ્યભરમાં આરટીઓ વિભાગમાં કામ કરતા ઇન્સ્પેક્ટરો અને સબ ઇન્સ્પેક્ટરોની બદલી અને બઢતી સહિતના પ્રશ્ને લાંબા સમયથી પેન્ડિંગ છે. જેના ઉકેલની વાટ જોતા જોતા હવે તેમના સબરનો બંધ તુટ્યો છે. જેથી આજથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમો થકી પોતાની વાત સરકાર સુધી પહોંચે અને તેનો ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે તમામ નો લોગ ઇન ડે હેઠળ વિરોધ નોંધાવશે. જેની મોટી અસર કચેરીના રોજબરોજના કામકાજ પર પડશે. ખાસ કરીને પોતાના કામો છોડીને કચેરીએ પહોંચેલા અરજદારોએ વિલા મોંઢે પરત ફરવું પડશે.

Advertisement

ચૂંટણી અને રોડ સેફ્ટીની કામગીરીને બાદ રાખવામાં આવી છે

આવતી કાલે તમામ માસ સીએલ પર જશે. જેને પગલે વધુ એક દિવસ કામગીરી ખોરવાશે. આ વિરોધમાં ચૂંટણી અને રોડ સેફ્ટીની કામગીરીને બાદ રાખવામાં આવી છે. જે ચાલુ રહેશે, તે સિવાયની કોઇ કામગીરી નહીં કરાય. આ વિરોધ બાદ સરકાર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

કામની આશાએ કચેરી પહોંચનાર અરજદારોને નિરાશા જ સાંપડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓ કચેરીમાં છાશવારે સર્વર ખોરવાઇ જવાના કારણે અરજદારોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજે અને આવતી કાલે કામ થશે, તેવી આશાએ કચેરી પહોંચનાર અરજદારોને નિરાશા જ સાંપડશે. જો કે, આ વખતે મુશ્કેલીનું કારણ સર્વર નહીં પરંતુ કર્મચારીઓની હડતાલ હશે.

આ પણ વાંચો --- VADODARA : મુસાફરોને ઠાંસી ઠાંસીને બેસાડતા 59 ખાનગી વાહનો ડિટેઇન

Tags :
Advertisement

.

×